નવી દિલ્હીઃ ભારત સરકારે કોરોના વાઈરસના સંક્રમણને અટકાવા સમગ્ર દેશને 21 દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેનો અમલ મંગળવારે રાતથી જ કરવામાં આવી રહ્યો છે. લોકડાઉનના સમર્થનમાં ક્રિકેટ જગતના પ્રસિદ્વ ખેલાડીઓ સામે આવ્યા છે અને લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી છે. આર.અશ્વિને માંકડ ઘટનાને યાદ કરી ટ્વિટ કરી હતી. કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમી રહેલો ભારતીય ઑફ સ્પિનર આર.અશ્વિને ગત વર્ષે રમાયેલ IPLમાં રાજસ્થાન રોયલ્સના જોસ બટલરને "માંકડ સ્ટાઈલ" રન આઉટ કર્યો હતો. એ ફોટો સેર કરતા લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી છે.
ક્રિકેટર અશ્વિને ‘માંકડ સ્ટાઇલ’નું ઉદાહરણ આપી ઘરમાં રહેવાની કરી અપીલ - આર.અશ્વિન
આર.અશ્વિને ટ્વિટ કરી લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી હતી. માંકડ સ્ટાઇલનું ઉદાહરણ આપી પોતાની વાતને ટ્વિટર પર રજૂ કરી હતી.
આર.અશ્વિને ટ્વિટર પર લખતા કહ્યું કે, "માંકડ" રન આઉટ ઘટનાને બુધવારે એક વર્ષ પૂર્ણ થયું હતું. એક સોશિયલ મિડિયા યૂઝરે મને આ ઘટનાની યાદ અપાવી હતી. આજે સમગ્ર દેશ લોકડાઉન છે, ત્યારે આ ધટના મારા દેશવાશીઓને યાદ કરાવી એ સારી બાબત છે. બહાર ના નિકળો અને સુરક્ષિત રહો.
આ પહેલા પણ અશ્વિને "જનતા કરફ્યૂ" અંગે ટ્વિટ કરી વડાપ્રધાન નરેન્દ્વ મોદીની સરાહના કરી હતી. રવિવારે વડાપ્રધાન નરેન્દ્વ મોદીએ કોરોના વાઈરસના સંક્રમણને અટકવા જનતા કરફ્યૂની જાહેરાત કરી હતી. અશ્વિને PM મોદી અને અમીત શાહને ટેગ કરતા પહેલા ટ્વિટમાં લખ્યું હતું કે, જનતા કરફ્યૂએ વિશ્વસનીય શરૂઆત છે. જો કે, સ્કૂલોમાં કહેવામાં આવતું હતું કે, "પીન ડ્રોપ સાઈલેંન્સ. હું આશા રાખું છું કે, આ દિવસ પછી પણ આ ચાલુ રહેશે અને આગામી દિવસોમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવશે.