જોહનિસબર્ગ : દક્ષિણ આફ્રીકાનો T-20 ક્રિકેટ ટીમનો કેપ્ટન ક્વિંટન ડિકોકને ક્રિકેટ દક્ષિણ આફ્રીકાના વાર્ષિક પુરસ્કાર સમારોહમાં વર્ષનો સર્વશ્રેષ્ઠ પુરૂષ ખેલાડી તરીકે પસંદગી કરી છે. પુરસ્કાર સમારોહનું આયોજન ઓનલાઇન કરવામાં આવ્યું હતું.
ક્વિંટન ડિકોક અને લોરા વોલવાર્ટ બન્યા દક્ષિણ આફ્રીકાના ક્રિકેટર ઓફ ધ યર - honours at CSA Awards
ક્વિંટન ડિકોકની બીજી વખત સર્વશ્રેષ્ઠ પુરૂષ ક્રિકેટર તરીકે પસંદગી કરવામાં આવી છે. તેના સિવાય યુવા બેટર લોરા વોલવાર્ટને પણ વર્ષની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટરનો પુરસ્કાર એનાયત કરાયો છે.
ક્વિટન ડિકોક અને લોરા વોલવાર્ટ બન્યા દક્ષિણ આફ્રીકાના ક્રિકેટર ઓફ ધ યર
વિકેટકીપર બેટ્સમેન ડિકોક વર્ષનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર તરીકે પણ પસંદગી પામ્યો છે. યુવા બેટર લોરા વોલવાર્ટને વર્ષની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટર અને વર્ષની સર્વશ્રેષ્ઠ વન ડે ક્રિકેટરનો પુરસ્કાર એનાયત કરાયો છે.
ઉલ્લેખનિય છે કે ડિકોક બીજી વખત વર્ષનો સર્વશ્રેષ્ઠ પુરૂષ ક્રિકેટર તરીકે પસંદગી પામ્યો છે. તેઓએ 2017માં પણ આ ખિતાબ હાંસિલ કર્યો હતો.