પાકિસ્તાન: ભારતના પૂણે સ્થિત ક્રિકેટ સંગ્રહાલયે કોવિડ-19 રોગચાળા દરમિયાન જરૂરિયાતમંદોને મદદ માટે હરાજીમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન અઝહર અલીનું બેટ ખરીદ્યુ છે.
આ ઘાતક બિમારીથી પીડિત લોકો માટે ભંડોળ એકઠું કરવા માટે અઝહરે તેની બે યાદગીરીઓ હરાજીમાં મૂકી હતી. આમાં તે બેટ સામેલ છે જેની સાથે તેણે વેસ્ટ ઈન્ડિઝ સામેની 2016ની ટેસ્ટ મેચમાં 302 રન બનાવ્યા હતા.
પુણેના ક્રિકેટ મ્યુઝિયમે પાકિસ્તાની ખેલાડી અઝહર અલીનું બેટ ખરીદ્યુ આ ઉપરાંત તેણે 2017માં ભારત સામેની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પહેરેલી જર્સી પણ મૂકી હતી. આ બેટ અને જર્સી પર પાકિસ્તાન ક્રિકેટ ટીમના તમામ સભ્યો દ્વારા સહી કરવામાં આવી હતી.
અઝહરે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે, તેણે બેટ અને જર્સી માટે 10 લાખ રૂપિયાની બેસ પ્રાઈસ રાખી હતી. અને તેને વહેંચીને 22 લાખ રૂપિયા એકત્રિત કરવામાં સફળ રહ્યો હતો. પુણેના 'બ્લેડ્સ ઓફ ગ્લોરી ક્રિકેટ મ્યુઝિયમ' એ સૌથી વધારે 10 લાખ રૂપિયાની બોલી લગાવીને બેટ ખરીદ્યું છે.
હરાજી માટે મૂકવામાં આવેલા તેની જર્સીમાં પણ લોકોએ ખૂબ રસ દાખવ્યો હતો. કેલિફોર્નિયામાં રહેતા પાકિસ્તાની કશ વિલાનીએ તેના માટે 11 લાખ રૂપિયાની સૌથી મોટી બોલી લગાવી હતી. ન્યુ જર્સીમાં રહેતા અન્ય એક પાકિસ્તાની જમાલ ખાને એક લાખ રૂપિયા દાનમાં આપ્યા હતા.
આ હરાજીની શરૂઆત કર્યા પછી અઝહરે ટિ્વટ કર્યું હતું કે, મેં મારી બે વિશેષ ચીજો હરાજી માટે મૂકી છે, અને વર્તમાન કટોકટીથી લડતા લોકોને મદદ કરવા માટે તેમની બેસ પ્રાઈસ 10 મિલિયન પાકિસ્તાની રૂપિયા રાખી છે. હરાજી શરૂ થાય છે અને તે 5 મે 2020ના રોજ રાત્રે 11.59 વાગ્યે સમાપ્ત થશે.
અઝહરે 2016માં યુએઈમાં વેસ્ટ ઈન્ડીઝ સામે અણનમ 302 રન બનાવ્યા હતા. આ ટેસ્ટ મેચના દિવસમાં ટ્રિપલ સદી ફટકારનારો વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે.
અઝહર અલીએ ટ્વિટર પર વીડિયો પોસ્ટ કરતાં કહ્યું કે, આ જર્સી 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની છે. જેમાં બધા સાથી ખેલાડીઓએ ઓટોગ્રાફ કરેલા છે.