સ્પોર્ટ્સ ડેસ્ક: BCCIએ ન્યૂઝીલેન્ડ સામેની બે ટેસ્ટની સીરિઝ માટે 16 સદસ્યની ટીમ જાહેર કરી છે. જેમાં પૃથ્વી શોની વાપસી થઈ છે. તેમજ ઇશાંત શર્મા અને જસપ્રીત બુમરાહ પણ ટેસ્ટ ટીમનો ભાગ બન્યાં છે. જ્યારે બીજી તરફ વનડે ટીમમાં ઇજગ્રસ્ત રોહિત શર્માની જગ્યાએ મયંક અગ્રવાલને સામેલ કરવામાં આવ્યો છે. એટલે કે રોહિત શર્મા ટેસ્ટ સીરિઝથી બહાર થઈ ગયો છે.
મહત્વનું છે કે, રોહિતને અંતિમ T-20માં પગના સ્નાયુની ઇજા થઇ હતી. જેમાં રોહિતે કરિયરની 21મી ફિફટી મારી હતી, પરંતુ ઇજાના લીધે દોડવામાં તકલીફ પડતી હોવાથી 60 રને રિટાયર્ડ હર્ટ થયો હતો. આ અંગે BCCIના એક અધિકારીએ કહ્યું કે, "રોહિત ઇજાના લીધે કિવિઝ સામેની વનડે અને ટેસ્ટ સીરિઝમાં રમી શકશે નહીં."
બીજી તરફ ઇશાંત શર્માની ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે, પરંતુ ઇશાંતે પ્રથમ ટેસ્ટ પહેલા ફિટનેસ ટેસ્ટ પાસ કરવો પડશે. તો આ તરફ નવદીપ સૈની ભારત માટે ટેસ્ટમાં ડેબ્યુ કરી શકે છે. આ ઉપરાંત ટીમમાં મોહમ્મદ શમી, બુમરાહ અને ઉમેશ યાદવ જેવા અનુભવી ફાસ્ટ બોલર્સ છે.
ભારતની ટેસ્ટ ટીમ: