વર્લ્ડ કપ ટીમમાંથી બહાર થયા બાદ ધવને એક વીડિયો ટ્વિટ કર્યો છે. ધવનના આ ટ્વિટને PM મોદીએ રિટ્વિટ કર્યુ છે. PM નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી શિખર ધવનને સ્વસ્થ થવાની શુભકામના પાઠવી છે. તેમણે લખ્યુ કે, પ્રિય ધવન, એમાં કોઈ શંકા નથી કે પિચ તમને યાદ કરશે. પરંતુ મને આશા છે કે, તુ જલ્દી સ્વસ્થ થઈ ફરી મેદાનમાં પરત ફરશો.
PM મોદીએ ટ્વીટ કરી શિખર ધવનને દિલાસો આપ્યો, ધવને ભાવુક વીડિયો શેર કર્યો
સ્પોટ્સ ડેસ્ક : ભારતીય ટીમના બેટ્સમેન શિખર ધવન ઇજાગ્રસ્ત થતા વર્લ્ડકપ 2019થી બહાર થયો છે. વર્લ્ડકપમાંથી બહાર થવાના કારણે ધવને ભાવુક વીડિયો ટ્વિટ કર્યો છે. PM મોદીએ ઈજાગ્રસ્ત ધવન અંગે પ્રતિક્રિયા આપી છે. ધવનને અંગુઠામાં ઈજા થવાના કારણે ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી વર્લ્ડકપની મેચમાંથી બહાર થઈ ગયો છે.
PM મોદીએ ધવનને ટ્વિટ કરી આપ્યુ આશ્વાસન
ધવન 5 જૂન ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી મેચમાં પૈટ કમિંસના બોલ પર અંગુઠામાં ઈજા થઈ હતી. આ મેચમાં ધવને 109 બોલ પર 117 રન ફટકાર્યા હતા. ICCએ યુવા ખેલાડી ઋષભ પંતને ટીમમાં સામેલ કરવાની અપીલ કરી હતી. અંતે શિખર ધવનની જગ્યાએ ઋષભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.