ગુજરાત

gujarat

ETV Bharat / sports

હાર્દિક પંડ્યાનો ટીમમાં સમાવેશ કરાશે તો ભારતને ઉપયોગી નિવડશે : ચેપલ

ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 2018થી ટેસ્ટ મેચ રમ્યો નથી અને હાલમાં તે પીઠની ઇજાથી બહાર આવ્યો છે. પંડ્યા T-20માં ટીમનો મહત્વનો પ્લેયર છે.

હાર્દિક પંડ્યાનો ટીમમાં સમાવેશ કરશે તો ભારતને ઉપયોગી નિવડશે : ચેપલ
હાર્દિક પંડ્યાનો ટીમમાં સમાવેશ કરશે તો ભારતને ઉપયોગી નિવડશે : ચેપલ

By

Published : Jun 7, 2020, 5:22 PM IST

મેલબર્ન : ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ઇયાન ચેપલેનુ માનવું છે કે, ભારત વર્ષના અંતમાં જ્યારે તે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે તો તેને હાર્દિક પંડ્યાને ટીમમા સામેલ કરવો જોઇએ. કારણ કે ઓલરાઉન્ડર યજમાન ટીમની બોલિંગના કારણે પડકારનો સામનો કરવામાં હુકમનો એક્કો રહી શકે છે.

હાર્દિક પંડ્યા

ચેપલે એક સાઇટમાં પોતાની કોલમમાં લખ્યુ છે કે, 'જો હાર્દિક પંડ્યાનો સમાવેળ કરવામાં આવે તો તેનાથી મદદ મળશે. તે વિરોધી ટીમને દબાવમાં લઇ આવવા બોલિંગનો એક વિકલ્પ બની શકે છે. જ્યારે ટીમના મેઇન બોલરને આરામ આપવાનો હોય.

હાર્દિક પંડ્યા

ઉલ્લેખનિય છે કે પંડ્યા હાલમાં જ પીઠની ઇજામાંથી બહાર આવ્યો છે. ગત વર્ષે પંડ્યાએ પીઠનું ઓપરેશન કરાવ્યુ હતું.

ABOUT THE AUTHOR

...view details