ગુજરાત

gujarat

ETV Bharat / sports

આસામ પૂર પ્રભાવિતો માટે ક્રિકેટરોની અપીલ, ટ્વીટ કરી સંવેદના વ્યક્ત કરી

ગુવાહાટીઃ ભારતના કેટલાય રાજ્યો પૂરની સમસ્યામાં સપડાયા છે. પૂરનો પ્રકોપ આસામ અને બિહારમાં જોવા મળી રહ્યો છે. ઉત્તર-પૂર્વની નદીઓમાં પાણીનું સ્તર વધતાં 58 લાખથી વધુ લોકો પૂરમાં ફસાયેલા છે. જેમને ભારતીય ક્રિકેટરો દ્વારા સહાય અને સાંત્વના આપવામાં આવી રહી છે. આ માટે ખેલાડીઓએ પોતાના ફેન્સને પણ અપીલ કરી છે.

By

Published : Jul 19, 2019, 11:13 AM IST

આસામ પૂર પ્રભાવિતો માટે ક્રિકેટરોની અપીલ, ટ્વીટ કરી સંવેદના વ્યક્ત કરી

મૂશળધાર વરસાદથી ઉત્તર ભારતના રાજ્યોમાં કેટલાય ગામો અને જિલ્લાઓમાં ખૂબ જ અસર થઈ છે. કાજીરંગા નેશનલ પાર્કમાં પાણી ભરાવવાથી માણસો સહિત પ્રાણીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે રમત ક્ષેત્રના કેટલાય લોકોએ આસામ પીડિતોની સહાય માટે પહેલ કરી છે. પોતાની વાત રજૂ કરવા તેમણે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે.

વિરેન્દ્ર સહેવાગે લખ્યું કે, અસમ, બિહાર, ઉત્તર પ્રદેશ, ત્રિપુરા પૂરમાં ડૂબ્યા છે. આ જ સમય છે કે, આપણે એક સાથે ઉભા રહી તમામ રાજ્યોને મદદ કરીએ.

સહેવાગે કર્યુ ટ્વીટ

રોહિત શર્માએ કાજીરંગા નેશનલ પાર્કના મુશ્કેલીમાં મુકાયેલા પ્રાણીઓનો ફોટો પોસ્ટ કરી લખ્યું, આ જોઈને ઘણું દુઃખ થયું. કાજીરંગા પાસે રહેનારા અસમના લોકોને કહું છું કે, ગાડી સાવધાની અને ધીમે ચલાવે, કારણ કે આ સુંદર પ્રાણીઓ પાસે રસ્તા પર આવવા સિવાય કોઈ જ વિકલ્પ નથી.

રોહિત શર્માનું ટ્વીટ

હિમા દાસે પૂરનો ફોટો શેર કરતા લખ્યું કે, અમારા રાજ્ય અસમમાં પૂરના કારણે સ્થિતિ વણસી છે. 33 જિલ્લામાં 30 જિલ્લા ખૂબ જ પ્રભાવિત છે. હું વિનંતી કરૂ છું કે, તમામ લોકો આ ખરાબ સમયે મદદ કરે.

ટીમ ઈન્ડિયાના કૅપ્ટન વિરાટ કોહલીએ લખ્યું કે, અસમમાં આવેલા પૂર વિશે સાંભળી મન વિચલીત થયું છે. મારી દુઆ તમામ લોકો સાથે છે, જેઓ પૂરથી પ્રભાવિત થયા છે. ઈરફાન પઠાણે લખ્યું, અસમ, ઉત્તર પ્રદેશ, મિજોરમ, ત્રિપુરા માટે ફક્ત દુવા જ નહીં પરંતુ પોતાના લોકોની મદદ માટે કંઈક મોકલો.

વિરાટ કોહલીનું ટ્વીટ

હરભજને લખ્યું, પૂર પ્રભાવિત તમામ રાજ્યોને તમારી મદદની જરૂર છે.

આર. અશ્વિને રોહિત શર્માના ટ્વીટને રીટ્વીટ કરતા લખ્યું કે, દેશમાં કેટલાય વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. પ્રાણીઓ પોતાના આવાસ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. પ્રાણીઓને આફત વિશે પહેલા જ ખ્યાલ આવી જાય છે. જ્યારે તેમને સંઘર્ષ કરવો પડે છે ત્યારે આપણે સમજી જવું જોઈએ કે, તેમના બાદ આપણી પણ આ જ હાલત થવાની છે.

સુરેશ રૈનાએ ફંડ આપવા માટેની લીંક શેર કરતાં લખ્યું, અસમ અને ભારતના અન્ય વિસ્તારોમાં પૂરથી તારાજી સર્જાઈ છે. જેઓ પૂરથી પ્રભાવિત થયા છે. તેમની સાથે મારી સંવેદનાઓ છે. આપણે સહુ મળી આ સ્થિતિનો સામનો કરી શકીએ છે. યોગદાન આપવા માટે અહીં ક્લિક કરો.

સુરેશ રૈનાનું ટ્વીટ

કે.એલ. રાહુલે લખ્યું, અસમની હાલત જોઈ દુઃખ થઈ રહ્યું છે. મારી સંવેદનાઓ તેમની સાથે છે.

કે. એલ. રાહુલનું ટ્વીટ

ABOUT THE AUTHOR

...view details