કરાચી: પાકિસ્તાનના ક્રિકેટર મોહમ્મદ હાફીઝનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તે ફરી કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તેમની વિરુદ્ધ પ્રોટોકોલ તોડવા બદલ શિસ્તભંગના પગલાં લેવાનું વિચારી રહ્યું છે.
પાક. ક્રિકેટર મોહમ્મદ હાફીઝ ફરી કોરોના પોઝિટિવ, PCB કરી શકે છે કાર્યવાહી - મોહમ્મદ હાફીઝ
PCBએ મોહમ્મદ હાફીઝનો બીજી વખત કોરોના ટેસ્ટ કર્યો હતો, જેમાં તે પોઝિટિવ આવ્યો હતો. હવે બોર્ડ તેમની વિરુદ્ધ શિસ્તભંગની કાર્યવાહી કરવા પર વિચાર કરી રહ્યું છે.
હાફીઝને બોર્ડ દ્વારા કરવામાં આવેલા પહેલાં ટેસ્ટમાં તે પોઝિટિવ આવ્યો હતો. રવિવારે ઇંગ્લેન્ડ પ્રવાસ પર જઇ રહેલા ખેલાડીઓનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં હાફીઝ તેમજ 9 ખેલાડીઓ અને એક અધિકારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર, શૌકત ખાનમ હોસ્પિટલમાં હાફીઝનો ફરીથી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બોર્ડ કહ્યું કે, તે બધા ટેસ્ટના પરિણામો શનિવારે જણાવશે. સુત્રોના જણાવ્યા અનુસાર હાફીઝ પોઝિટિવ જણાશે તો બોર્ડ તેની વિરુદ્ધ શિસ્તભંગની કાર્યવાહી કરી શકે છે. કારણ કે, તેણે ક્વોરોન્ટાઇનમાં જવાને બદલે બીજો ટેસ્ટ કરાવ્યો હતો.