- વડાપ્રધાનેે ભારતીય મહિલા ટીમની વનડે ખેલાડી મિથાલી રાજની પ્રશંસા કરી
- પ્રશંસા કરવા બદલ મિતાલી રાજે વડાપ્રધાનનો આભાર માન્યો
- માત્ર મહિલાઓ માટે જ નહિ, પરંતુ પુરુષ ક્રિકેટરો માટે પણ પ્રેરણારૂપ
નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં ભારતીય મહિલા વનડે ટીમના કેપ્ટન મિતાલી રાજની ઉપલબ્ધિઓની પ્રશંસા કરી હતી. 38 વર્ષીય મિતાલીએ તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના 10,000 રન પૂરા કર્યા છે. આ કામ કરનારી તે ભારતની પ્રથમ મહિલા ક્રિકેટર બની છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન પૂર્ણ કરનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર
"ભારતીય ક્રિકેટ ટીમની મિતાલી રાજે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન પૂર્ણ કરનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની છે. આ સિદ્ધિ બદલ તેને ખૂબ જ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. તે વનડેમાં 7,000 રન બનાવનારી એકમાત્ર મહિલા આંતરરાષ્ટ્રીય ખેલાડી પણ છે. મહિલા ક્રિકેટમાં તેમનું યોગદાન છે. "વડાપ્રધાન મોદીએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ની 75 મી એપિસોડ દરમિયાન કહ્યું હતું.