ગુજરાત

gujarat

ETV Bharat / sports

લોકડાઉનમાં ભારતીય મહિલા ક્રિકેટરો લૂડોના માધ્યમથી એક-બીજા સાથે જોડાયેલી છેઃ સ્મૃતિ મંધાના - કોવિડ-19 મહામારી

સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ સોમવારે ખુલાસો કર્યો કે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડીઓ કોવિડ-19 મહામારીના કારણે લોકડાઉન દરમિયાન ઓનલાઈન લૂડો રમીને એક-બીજા સાથે જોડાયેલી છે.

ETV BHARAT
મંધાનાએ કહ્યું, લોકડાઉનમાં ભારતીય મહિલા ક્રિકેટરો લૂડોના માધ્યમથી એક-બીજા સાથે જોડાયેલી છે

By

Published : Apr 13, 2020, 1:48 PM IST

નવી દિલ્હીઃ કોરોના વાઇરસ મહામારીના કારણે સમગ્ર દુનિયામાં ક્રિકેટ ગતિવિધિઓને રદ કરવામાં આવી છે અથવા સ્થગિત કરવામાં આવી છે. BCCIએ સોમવારે મંધાનાનો વીડિયો ટ્વીટ કર્યો. જેમાં તે જણાવી રહી છે કે, કેવી રીતે તે મેદાનની બહાર સમય વિતાવે છે.

ફિટ રહેવું જરૂરી

મંધાનાએ કહ્યું, અમે તમામ મિત્રો એક સાથે ઓનલાઇડ લૂડો રમી એક-બીજા સાથે જોડાયેલા છીંએ. અન્ય ખેલાડીઓની જેમ આ દિગ્ગજ બેટ્સમેન પણ શારીરિક રીતે ફિટ રહેવા માટે ઘરમાં વર્કઆઉટ કરી રહીં છે. મંધાનાએ કહ્યું કે, ફિટ રહેવું મહત્વપૂર્ણ છે. જેથી હું ઘરમાં વર્કઆઉટ કરૂં છું.

મંધાના પરિવાર સાથે

ઘરના અન્ય કામમાં મદદ

23 વર્ષની આ ખેલાડી પોતાના પરિવાર સાથે સમય ગાળવાનો આનંદ ઉઠાવી રહીં છે અને આ દરમિયાન ભોજન બનાવવામાં મદદ કરવા ઉપરાંત અન્ય કામમાં પણ મદદ કરી રહીં છે. આ સલામી બેટ્સમેને કહ્યું કે, હું જમનાવું બનાવવામાં માતાની મદદ કરૂં છું. વાસણ સાફ કરવાં એ મારી દિનચર્યાનો ભાગ બની ગયું છે. આ ઉપરાંત મને મારા ભાઈને હેરાન કરવો પણ પસંદ છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ

સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરો અને લોકડાઉનમાં ઘરમાં રહો

મંધાનાએ કહ્યું કે, મને ઉંધવું પસંદ છે, હું દિવસમાં 10 કલાક ઉંધું છું અને તેના કારણે જ હું આખો દિવસ ખૂશ રહું છું. આ સાથે જ મંધાનાએ લોકોને અપીલ કરી કે, તે સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરે અને લોકડાઉન દરમિયાન ઘરમાં જ રહે. તેમણે કહ્યું કે, ઘરમાં રહો, સુરક્ષિત રહો અને ખુદને શારીરિક અને માનસિક રીતે ફિટ રહો.

ABOUT THE AUTHOR

...view details