- કોહલીએ કહ્યું કે, ભવિષ્યમાં કાર્યક્રમો પર ધ્યાન આપવું જોઈએ.
- કોહલીએ મેચના સમયપત્રક પર સવાલ ઉઠાવ્યો
- મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ એવોર્ડથી પણ કોહલી નારાજ
પુણે: રવિવારે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વન-ડેમાં જીત બાદ વિરાટ કોહલીએ કહ્યું કે, ભવિષ્યમાં કાર્યક્રમો પર ધ્યાન આપવું જોઈએ. કારણ કે બાયો બબલમાં રમવું મુશ્કેલ છે. ત્યારે અધિકારીઓએ આ તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ
કોહલીએ કહ્યું, બાયો બબલમાં રમવું મુશ્કેલ છે
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ મેચના સમયપત્રક પર સવાલ ઉઠાવતા કહ્યું કે, "ભવિષ્યમાં કાર્યક્રમો પર ધ્યાન આપવું જોઈએ, ખાસ કરીને એવા સમયે કારણ કે બાયો બબલમાં રમવું મુશ્કેલ છે અને બધા લોકોની માનસિક ક્ષમતા હંમેશાં એકસરખી હોતી નથી. મને ખાતરી છે કે, આ બાબતોમાં ચર્ચા કરવામાં આવશે."
આ પણ વાંચો:રાજ્યના બોલરો આનંદો, વિરાટ કોહલી શોધી રહ્યો છે ગુજરાતી ધૂરંધર બોલર
ટેસ્ટ અને T20 મેચની શ્રેણી ખૂબ મહત્વની છે
ભારતીય ટીમનું શેડ્યૂલ તાજેતરમાં ખૂબ જ વ્યસ્ત રહ્યું છે. ગયા વર્ષે નવેમ્બરમાં આયોજિત IPL 2020 પછી ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા ગઈ હતી અને તમામ સ્વરૂપોની શ્રેણી રમી હતી. તે પછી દેશમાં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ અને T20 અને વન-ડે શ્રેણી રમી હતી. આ સમયગાળા દરમિયાન તેણે 8 ટેસ્ટ, 6 વન-ડે અને 6 T20 મેચ રમી હતી. આ વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને T20 વર્લ્ડ કપની ફાઇનલ જોતા ટેસ્ટ અને T20 મેચની શ્રેણી ખૂબ મહત્વની છે.
કોહલી મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ એવોર્ડથી પણ નારાજ
કોહલી મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ એવોર્ડથી પણ નારાજ હતો. તેમણે કહ્યું કે શાર્દુલ ઠાકુર અને ભુવનેશ્વર કુમારને આ પુરસ્કારોથી નવાજવા જોઈએ. ઇંગ્લેન્ડના જોની બેરસ્ટોને મેન ઓફ ધ સિરીઝ અને સેમ કરનને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
આ પણ વાંચો:ટેસ્ટ મેચ પહેલા કોહલીએ કહ્યું- યુવાનો પાસે નેટ પ્રેક્ટિસની ઉત્તમ તક