સીડની: ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેસ્ટ્મેન ડીન જોન્સનું માનવું છે કે આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનાર આઇસીસી ટી -20 વર્લ્ડ કપને ન્યૂઝીલેન્ડમાં યોજી શકાઇ તેમ છે, કારણ કે ન્યૂઝીલેન્ડે કોવિડ-19 પર સારૂ નિયંત્રણ કર્યુ છે, અને ત્યા પરિસ્થિતિ ધીરે ધીરે સામાન્ય થઇ રહી છે.
ન્યૂઝીલેન્ડમાં છેલ્લા 12 દિવસમાં કોરોના વાઇરસનો એક પણ કેસ નોંધાયો નથી અને હાલમાં ત્યા ફક્ત એક જ એક્ટિવ કેસ છે.
ન્યૂઝિલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ને એક વેબસાઇટ સાથે કોરોના વિશે વાત કરી હતી કે, ન્યૂઝીલેન્ડ સંભવત આવતા અઠવાડિયામાં પ્રથમ સ્તર જઇ શકે છે, પરંતુ તે આવનારા દિવસોમાં કોરોનાના કેટલા કેસ આવે એના પર આધાર છે.
જોન્સે ઓસ્ટ્રેલિયાને બદલે ન્યૂઝીલેન્ડમાં ટી -20 વર્લ્ડ કપ યોજવાનું સૂચન કર્યું છે.
તેમણે કહ્યું કે ન્યૂઝીલેન્ડ આવતા અઠવાડિયામાં પ્રથમ સ્તર પર આવી જાશે, જેનો અર્થ એ છે કે સામાજિક અંતર અને ભીડ એકત્રીકરણ પરનો પ્રતિબંધ હટાવવામાં આવશે. જેથી ટી 20 વર્લ્ડ કપ ત્યાં રમી શકાય.
ડિન જોન્સે ઓસ્ટ્રેલિયાના બદલે ન્યુઝીલેન્ડમાં ટી-20 વિશ્વ કપ યોજવા સલાહ આપી
ઉલ્લેખનિય છે કે જોન્સે પહેલા જ કહ્યું હતું કે આ વર્ષ ઓસ્ટ્રેલિયામાં ટી વર્લ્ડ કપ યોજાશે નહીં.
ડિન જોન્સે ઓસ્ટ્રેલિયાના બદલે ન્યુઝીલેન્ડમાં ટી-20 વિશ્વ કપ યોજવા સલાહ આપી
ટી 20 વર્લ્ડ કપ આ વર્ષે 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયામાં યોજાનાર છે, પરંતુ કોરોના વાઇરસના કારણે તેના આયોજન પર ખતરો મંડરાઇ રહ્યો છે.