ગુજરાત

gujarat

ETV Bharat / sports

Pink Ball Test: ભારતની 46 રને શાનદાર જીત, બાંગ્લાદેશના 2-0થી કર્યા સૂપડા સાફ - virat kohli news

કોલકાતા: ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને 46 રનની માત આપી છે. વિરાટ સેનાએ પોતાના પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ધમાકેદાર જીત હાંસલ કરી છે. 2 મેચની ટેસ્ટ સીરિઝમાં ભારતે બાંગ્લાદેશના 2-0થી સૂપડા સાફ કરી દીધા હતા.

Etv Bharat

By

Published : Nov 24, 2019, 2:45 PM IST

નોંધનીય છે કે, ભારતે ઈન્દોર ટેસ્ટમાં ત્રણ દિવસમાં જ બાંગ્લાદેશને ઈનિંગ અને 130 રનથી કારમો પરાજય આપ્યો હતો. ત્યારબાદ કોલકાતામાં પણ ભારતે બાંગ્લાદેશને માત આપતા 2 ટેસ્ટની સીરિઝ 2-0થી પોતાના નામે કરી છે.

રવિવારે કોલકાતામાં ડે-નાઇટ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે બાંગ્લાદેશને ઇનિંગ્સ અને 46 રનથી રગદોળ્યું હતું. ડે-નાઈટ ટેસ્ટમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશ ટીમે પ્રથમ ઇનિંગ્સમાં 106 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. તેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 9 વિકેટ પર 347 રન બનાવીને પ્રથમ ઇનિંગ કરી હતી.

સૌજન્ય: BCCI

પ્રથમ ઇનિંગ્સના આધારે ભારતને 241 રનની લીડ મળી હતી. બીજી ઇનિંગમાં બેટિંગ કરવા બાંગ્લાદેશની ટીમ 195 રનમાં જ ઢેર થઈ ગઈ હતી અને આ રીતે ભારત તેની પહેલી જ ડે-નાઈટ ટેસ્ટમાં વિજય સાથે ઘમાકો કર્યો હતો.

બીજી ઈંનિગમાં બાંગ્લાદેશ તરફથી મુશ્ફિકુર રહીમે સૌથી વધુ 74 રન બનાવ્યા છે. આ ઈંનિગમાં ભારત તરફથી ઉમેશ યાદવે સૌથી વધુ 5 વિકેટ ખેરવી. બીજી ઈંનિગમાં બાંગ્લાદેશની શરુઆત જ નિરાશાજનક રહી હતી. ઇશાંતે પ્રથમ ઓવરના પાંચમા બોલ પર શાદમાન ઇસ્લામને ઝીરો પર આઉટ કરીને બાંગ્લાદેશને પ્રથમ ઝટકો આપ્યો હતો. તેની ઇનિંગની બીજી અને ત્રીજી ઓવરમાં ઈશાંતે બાંગ્લાદેશી કેપ્ટન મોમિનુલ હકને પણ ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન મોકલ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details