- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતની ઐતિહાસીક જીત
- ઈગ્લેન્ડની ટીમને પીંક બોલ ટેસ્ટમાં 10 વિકેટે હરાવ્યું
- ભારત સીરીઝમાં 2-1થી આગળ
અમદાવાદઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચની પીંક બોલ ટેસ્ટમાં ભારતની ટીમનો 10 વિકેટે વિજય થયો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી સીરીઝમાં ભારત 2-1 આગળ. ભારતની ટીમને 49 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને ટીમે આસાનીથી પ્રાપ્ત કર્યું હતું.
ઇંગ્લેન્ડની ટીમ બીજી ઈનીગ્સમાં 81 રનમાં ઓલ આઉટ
આ મેચની જીતની સાથે જ ભારતની ટીમ ચાર ટેસ્ટ મેચની સીરીઝમાં 2-1થી આગળ. બીજી ઈનીગ્સમાં રોહિત શર્મા એ 24 બોલમાં અણનમ 25 રન જ્યારે શુભમન ગિલે 21 બોલમાં અણનમ 15 રન બનાવ્યાં હતા. ઇંગ્લેન્ડની ટીમ તેની બીજી ઈનીગ્સમાં 81 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈગ્લેન્ડની ટીમ ફક્ત 48 રનથી સરસાઈ મેળવી શકી હતી. ભારત તરફથી અક્ષર પટેલે શાનદાર બોલિંગ કરી હતી અને તેણે પાંચ વિકેટ લીધી હતી જ્યારે ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ચાર વિકેટ ઝડપી હતી. વોશિંગ્ટન સુંદરે એક વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલે શાનદાર બોલિંગ કરીને મેચમાં કુલ 11 વિકેટ ઝડપી હતી.
ટેસ્ટ મેચ ફક્ત 2 દિવસમાં જ થઈ પુરી
વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ હતી. જેમાં ભારતની ટીમનો ભવ્ય વિજય થયો હતો. પાંચ દિવસની આ ટેસ્ટ મેચ ફક્ત બે દિવસમાં જ પુરી થઈ ગઈ હતી. આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેંટીગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, ભારતના સ્પિન અટેકની સામે ઈંગ્લેન્ડનો એક પણ ખેલાડી ટકી શક્યો ન હતો. ઈગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં ફક્ત 112 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન ક્રાઉલીએ બનાવ્યાં હતા. તેણે 53 રન બનાવ્યા હતા. ભારતની ટીમ તરફથી અક્ષર પટેલ અને અશ્વિને શાનદાર બોલીંગ કરી હતી. અક્ષર પટેલે 6 જ્યારે અશ્વિને 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત ઈશાંત શર્માને એક વિકેટ મળી હતી.
ભારતની ટીમ પણ પ્રથમ દાવમાં 145 રનમાં ઓલઆઉટ
ભારતની પણ પ્રથમ દાવમાં ખરાબ શરૂઆત થઈ હતી. ભારત તરફથી શુભમન ગીલ અને રોહિત શર્માએ ઈનીગ્સની શરૂઆત કરી હતી. જોકે, શુભમન ગીલ માત્ર 11 રન બનાવીને આઉટ થયો હતો. ભારત તરફથી સૌથી વધુ રન રોહિત શર્માએ 66 રન બનાવ્યાં હતા. ભારતની ટીમ પણ પ્રથમ દાવમાં 145 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈગ્લેન્ડની ટીમ તરફથી કેપ્ટન રૂટે 5 વિકેટ ઝડપી હતી, જ્યારે જેક લીચને 4 વિકેટ મળી હતી.
ભારતની ટીમને 49 રનનો મળ્યો હતો ટાર્ગેટ
બીજા દાવમાં પણ ઈંગ્લેન્ડની ટીમની ખરાબ શરૂઆત થઈ હતી. અક્ષર પટેલે ક્રાઉલીને શુન્ય રને આઉટ કર્યો હતો. ઈંગ્લેન્ડની ટીમે બીજી ઈનીગ્સમાં 81 રન બનાવ્યા હતા અને ભારતની ટીમને 49 રનનું લક્ષ્યાંક આપ્યું હતુ. ભારતીય ટીમના ઓપનર રોહિત શર્માએ અને શુભમન ગીલે આસાનીથી લક્ષને પાપ્ત કરી વિજય મેળવ્યો હતો. રોહિત શર્મા 25 બોલમાં 25 રને અણનમ જ્યારે શુભમન ગીલે 21 બોલમાં 15 રન બનાવી અણનમ રહી ભારતને શાનદાર 10 વિકેટે જીત અપાવી હતી.