આ વાત ઓછા લોકોને ખબર હશે કે 2009માં ફિલિપ સાઉથ આફ્રીકા વિરૂદ્ધ ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં શતક ફટકારનાર યુવા ખેલાડી છે. આ મેચમાં તેઓએ 115 અને 160 રનની ઇનિંગ્સ રમી હતી. હ્યુઝની શતકના કારણે આ મેચ ઓસ્ટ્રેલિયાએ 175 રનથી જીતી હતી.
HAPPY B'Day: હંમેશા NOT OUT રહેશે આ ઓસ્ટ્રેલિયન ખેલાડી - Philip Hughes' 26th Birthday today
હૈદરાબાદ: ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમનો બેટ્સમેન ફિલિપ હ્યુઝ તેના 26માં જન્મદિવસના ત્રણ દિવસ પહેલા મોતને ભેટ્યો હતો. ફિલિપ હ્યુઝે ઓસ્ટ્રેલિયા માટે 26 ટેસ્ટ અને 25 વન ડે મેચ રમ્યા હતા. હ્યુઝને વર્ષ 2014માં શેફીલ્ડ શીલ્ડ મેચ સમયે સિડનીમાં સીન એબોટની બાઉન્સર બોલ લાગી હતી.
હાલમાં જ હ્યુઝની યાદમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક વીડિયો પોસ્ટ કર્યો છે. સાથે ઓસ્ટ્રેલિયા ટીમના કોચએ પણ કહ્યું કે સમય બહુ ઝડપથી પસાર થાય છે. મને આજે પણ યાદ છે કે અમારી જીંદગીનો સૌથી ખરાબ દિવસ હતો અને તે સમયને લઇને અમે અમારા સાથીને યાદ કરીએ છીએ.
તેઓએ જણાવ્યું કે, છેેલ્લા T20 મેચ બાદ અમે ડ્રેસીંગ રૂમમાં એક સાથે એકઠા થયા હતા, જ્યાં હ્યુઝનો સારો ફોટો છે. અમે ત્યાં અમારાથી દુર થયેલા મિત્રને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અમે જ્યારે પણ તે ડ્રેસિંગ રૂમમાં જઇએ છીએ ત્યારે તેવુ જ કરીએ છીએ.