51 વર્ષના દારે તે સાથે જ વેસ્ટ ઇન્ડિઝના સ્ટીવ બકનરનો રેકોર્ડ તોડ્યો છે.
પાકિસ્તાનમાં કેટલાક વર્ષો સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યા બાદ અમ્પાયરીંગમાં આવેલા દારે અંપાયર તરીકે 139 ટેસ્ટ મેચનું અમ્પાયરીંગ કર્યુ છે.

તેઓએ 2003માં ઇગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે ઢાકામાં રમાયેલ મેચમાં પ્રથમ વાર ઇન્ટરનેશનલ ટેસ્ટમાં અંપાયરીંગ કર્યુ હતું. બકનરે 1989થી 2009 સુધી 128 ટેસ્ટ મેચમાં અને 181 વન ડે મેચમાં અમ્પાયરીંગ કર્યુ હતું.
દારે કહ્યું કે, 'સ્ટીવ બકનર મારા આદર્શ છે અને અત્યારે મને અહેસાસ થાય છે કે હું તેનાથી વધુ ટેસ્ટમાં અંપાયરીંગ કરવા જઇ રહ્યો છું,
દાર અત્યાર સુધીમાં 207 વન ડે મેચમાં અમ્પાયરીંગ કરી ચૂક્યા છે અને હવે દક્ષિણ આફ્રિકાના રૂડી કર્ટઝમથી માત્ર બે જ મેચ દુર છે. કર્ટજને અત્યાર સુધીમાં 209 વન ડે મેચમાં અમ્પાયરીંગ કર્યુ છે. પાકિસ્તાની અમ્પાયર દાર 46 T-20 મેચમાં પણ અમ્પાયરીંગ કરી ચૂક્યા છે.