આ વીડિયોમાં પાકિસ્તાની ખેલાડી શોએબ મલિક અને તેમની (પત્ની) ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પણ જોવા મળી હતી.
મેચ પહેલા હુક્કાબારમાં જોવા મળ્યા પાકિસ્તાની ખેલાડી, પ્રશંસકો થયા ગુસ્સે
સ્પોર્ટસ ડેસ્ક : મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાયેલી વલ્ડૅકપ મેચમાં ભારતની શાનદાર જીત બાદ પાકિસ્તાની ફેન્સ ખુબ ગુસ્સામાં છે. એક વીડિયોમાં પાકિસ્તાની ખેલાડી મેચ પહેલા હુક્કાબારમાં જોવા મળ્યા હતા. જેને લઈ પાકિસ્તાની ફેન્સ ગુસ્સે થયા છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સાનિયા મિર્ઝાએ વીડિયોને લઈ ટ્વિટ કર્યુ કે, જેમણે પણ અમારો વીડિયો શેર કર્યો છે. તેમને શરમ આવવી જોઈએ. કોઈને અમારી પ્રાઈવર્સી લીન્ક કરવાનો અધિકાર નથી. અમારી સાથે અમારું બાળક પણ હતું.
ભારતે 1983 અને 2011માં અને પાકિસ્તાને 1992માં વલ્ડૅ કપનો ખિતાબ જીત્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1975, 1979, 1983, 1987માં કોઈ મુકાબલો થયો ન હતો. પ્રથમવખત બંને ટીમ 1992માં આમને-સામને ટક્કરાઈ હતી. ત્યારથી ભારતે પાડોશી દેશ વિરુદ્ધ જીતનો સીલસીલો શરુ કર્યો છે. જે આજ સુધી કાયમ છે.