- કેન્દ્રિય પ્રધાન કિરણ રિજિજૂએ મોટેરા સ્ટેડિયમના કર્યા વખાણ
- કેન્દ્રિય પ્રધાને બીસીસીઆઈના સચિવ સાથે મોટેરા સ્ટેડિયમની લીધી મુલાકાત
- કેન્દ્રિય પ્રધાને સ્ટેડિયમની સુવિધાઓ અંગે કરી સમીક્ષા
અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે યોજાનારી મેચના એક દિવસ પહેલા કેન્દ્રિય પ્રધાન કિરણ રિજિજૂએ બીસીસીઆઈના સચિવ જય શાહ સાથે વિશ્વ સ્તરીય સુવિધાઓ અંગે સમીક્ષા કરવા માટે સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. કિરણ રિજિજૂએ જણાવ્યું હતું કે, હું મોટેરા સ્ટેડિયમ જોવા ગયો. મેં દરેક વસ્તુને સમજવાનો પ્રયત્નો કર્યો. પછી ભલે એ આકાર, ડિઝાઈન કે સંરચના હોય. હું કહું છું કે મોટેરા સ્ટેડિયમ જે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ જ નહીં, પરંતુ વિશ્વનું સૌથી સર્વશ્રેષ્ઠ સ્ટેડિયમ છે. અહીં દર્શકો અને ખેલાડીઓ માટે ઉચ્ચ સ્તરની સુવિધા હશે.