સ્મિથે 126 ટેસ્ટ મેચમાં 7000 રન બનાવ્યા છે. સ્મિથે 131 ઇનિગ્સમાં આ રેકોર્ડ બનાવનારા ઇંગ્લેન્ડના વોલી હેમંડનો રેકોર્ડ તોડ્યો છે.
જુઓ, ઓસ્ટ્રેલિયાન બેટ્સમેનના નામે વધુ એક રેકોર્ડ - સ્ટીવ વો
એડિલેડ: ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથ ટેસ્ટમાં સૌથી ઝડપી 7000 રન બનાવનાર ક્રિકેટર બની ગયો છે. સ્મિથે પાકિસ્તાન સામે રમાનાર ટેસ્ટ મેચમાં બીજા દિવસે શનિવારે આ રેકોર્ડ બનાવ્યો હતો.
ભારતના વિરેન્દ્ર સેહવાગ 134 ઇનિગ્સમાં 7000 રન બનાવી ત્રીજા સ્થાને છે. આ જ ક્રમમાં સચિન તેંડુલકર 136 ઇનિંગ્સ સાથે ચોથા ક્રમે છે. ગેરી સોબર્સ, કુમાર સંગકારા અને વિરાટ કોહલી 138 ઇનિંગ્સ સાથે સંયુક્ત રૂપે પાંચમાં સ્થાન પર છે. સ્મિથે તેના જ દેશના મહાન બેટ્સમેન ડોન બ્રેડમેનનો રેકોર્ડ તોડી ટેસ્ટમાં 7000 રન બનાવનાર ઓસ્ટ્રેલિયાનો 11મો ખેલાડી બન્યો છે.
રિકી પોન્ટિંગે 168 ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રિલિયા માટે સૌથી વધારે 13,378 રન બનાવ્યા છે, ત્યારબાદ એલન બોર્ડર 11,174 અને સ્ટીવ વો 10,927 રન બનાવ્યા છે.