- વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે મેચ
- સિરિઝને 2-2થી બરાબર કરવા ભારત માટે એક તક
- ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ભારતથી આગળ ચાલી રહી છે
આ પણ વાંચોઃત્રીજી મેચમાં ઝીરો પર આઉટ થયેલા રાહુલનો વિરાટે કર્યો બચાવ, રાહુલ ચેમ્પિયન ખેલાડી છેઃ વિરાટ
અમદાવાદઃ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુરુવારે ફરી એક વાર ભારત અને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ ટકરાશે. ભારતના કેપ્ટન વિરાટ કોહલી સહિતના ખેલાડીઓ મેચ જીતવા મેદાને ઉતરશે. જોકે, હાલમાં તો સિરિઝમાં 2-1ના સ્કોર સાથે ટીમ ઈંગ્લેન્ડ ભારતથી આગળ છે. જો ગુરુવારની મેચ ભારત જીતી જશે તો ભારતનો સિરિઝમાં 2-2 સ્કોર થઈ જશે. ભારત તરફથી ઓપનિંગ બેટ્સમેન લોકેશ કુમારનું ખરાબ પ્રદર્શન પણ ચિંતાનો વિષય છે.