- ભારતીય ક્રિકેટ ટીમ માટે આજનો દિવસ ઐતિહાસીક
- ભારતીય ટીમે 10 માર્ચ 1985માં જીતી હતી બેન્સન એન્ડ હેસેઝ ટૂર્નામેન્ટ
- ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ટીમમાં ભારત-પાકિસ્તાનની યોજાઈ હતી મેચ
આ પણ વાંચોઃટૉક્યો ઑલિમ્પિક્સમાં વિદેશી દર્શકોને નહીં મળે એન્ટ્રી: રિપોર્ટ
હૈદરાબાદઃ ક્રિકેટના ચાહકો માટે 10 માર્ચ 1985નો દિવસ ખૂબ જ ખાસ હોય છે. તેઓ ક્યારેય આ દિવસને નહીં ભૂલે કે જ્યારે સુનીલ ગાવસ્કરની કેપ્ટનશિપ હેઠળ ભારતે ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં જ ફાઈનલ મેચમાં પાકિસ્તાનને 8 વિકેટથી હરાવી દીધું હતું. આ સાથે બેન્સન એન્ડ હેઝેઝ ટૂર્નામેન્ટ જીતી લીધી હતી. આજે આ ટૂર્નામેન્ટની જીતને 36 વર્ષ પૂર્ણ થયા છે.
પાકિસ્તાનની ટીમ 50 ઓવરમાં માત્ર 176 રન જ બનાવી શકી હતી
આ ફાઈનલ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરી હતી. આ સાથે જ પાકિસ્તાન 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર માત્ર 176 રન બનાવી શકી હતી. ભારતીય બોલરના શાનદાર પ્રદર્શનની સામે કોઈ પણ પાકિસ્તાની ખેલાડી વિકેટ પર ઊભા રહેવાની હિમ્મત નહતો કરતો. ટીમ માટે કેપ્ટન જાવેદ મિયાંદાદે સૌથી વધારે 92 બોલમાં 48 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ઈમરાન ખાને પણ 67 બોલમાં 35 નોટઆઉટ રન બનાવ્યા હતા. જ્યારે ભારત તરફથી કપિલ દેવ અને લક્ષ્મણ શિવરામકૃષ્ણને 3-3, જ્યારે ચેતન શર્મા અને રવિ શાસ્ત્રીએ 1-1 વિકેટ મેળવવામાં સફળ રહ્યા હતા.