- પાકિસ્તાનમાં સહેવાગે બનાવી હતી ત્રિપલ સેન્ચ્યુરી
- સિક્સ મારીને પુરા કર્યા હતા 300 રન
- ટ્વિટ કરીને યાદ કરી પોતાની આ સિદ્ધી
નવી દિલ્હી: તારીખ 29 માર્ચ 2004 અને સ્થળ પાકિસ્તાનનું મુલ્તાન શહેર, અહીંયા ઇતિહાસ રચાયો. વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ ભારતના પહેલા ક્રિકેટર બન્યા હતાં જેમણે ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં ત્રિપલ સેન્ચ્યુરી બનાવી હતી. ત્રણ મેચની સિરીઝની પહેલી મેચમાં વિરેન્દ્ર સહેવાગે મુલતાનના ગ્રાઉન્ડ પર આ સદી ફટકારી હતી. પહેલી બે મેચમાં સૌરવ ગાંગુલી કેપ્ટન તરીકે ન હતાં તેમની જગ્યાએ રાહુલ દ્રવિડ ઇન્ડિયન ટીમના કેપ્ટન હતાં. મેચના પહેલા દિવસે ભારતનો કુલ સ્કોર હતો 356/2, જેમાંથી સહેવાગનો સ્કોર હતો 228. બીજા દિવસે સહેવાગે પોતાની ત્રીજી સેન્ચ્યુરી પુરી કરી હતી.
વધુ વાંચો:ભારતીય મહિલા ક્રિકેટ ટીમે છેલ્લી ટી- 20 મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમને 9 વિકેટે હરાવી
સહેવાગે કર્યું હતું ટ્વિટ
સોમવારે પોતાની આ સિદ્ધીને યાદ કરતાં સહેવાગે ટ્વિટ કર્યું હતું કે 29 માર્ચ આ મારા માટે ખાસ દિવસ છે. મને એ સન્માન મેળવવાની તક મળી કે હું પહલો ભારતીય ક્રિકેટર બન્યો કે જેણે ટેસ્ટ ક્રિકેટમાં ત્રણ સેન્ચ્યુરી ફટકારી હોય. આ સ્કોર થયો હતો પાકિસ્તાનના મુલતાનમાં. યોગાનુયોગ 4 વર્ષ બાદ આ જ તારીખે સાઉથ આફ્રિકા સામે મેં 319 રન બનાવ્યા હતા
પાકિસ્તાનમાં પાકિસ્તાન સામે સૌથી વધુ રન બનાવનાર ભારતીય ક્રિકેટર