સાઉથૈમ્પટન: ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ વ્યક્તિગત કારણોને લીધે સિરીઝના બાકીના મેચમાંથી બહાર થયા છે. ઇંગ્લેન્ડે ક્રિસ વોક્સ અને જોસ બટલરની શાનદાર ઇનિંગ્સથી જોરદાર વાપસી કરીને પ્રથમ ટેસ્ટ ત્રણ વિકેટે જીતી હતી. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ રવિવારે માહિતી આપી હતી કે, સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોકસ પારિવારિક કારણોસર પાકિસ્તાન સામેની બાકીની મેચ રમી શકશે નહીં. જો કે, ECBએ તેમના હટવાનું ચોક્કસ કારણ આપ્યું નથી.
રોબિન્સન 57 મેચમાં 244 વિકેટ લઇ ચૂક્યા છે અને તે આ પહેલા પણ ઇંગ્લેન્ડની ટીમનો ભાગ બની ચુક્યા છે, પરંતુ તેમણે હજૂ સુધી ટેસ્ટ મેચમાં પ્રવેશ કર્યો નથી. ઇંગ્લેન્ડે પોતાની છેલ્લી હોમ ટેસ્ટ સિરીઝમાં વેસ્ટ ઇન્ડીઝને પણ હરાવી હતી, જેની સાથે કોરોના વાઇરસના કારણે બંધ કરવામાં આવેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઇ હતી.