બેંગલુરૂ: ઝડપી બૉલર ઈશાંત શર્મા ઈજામાંથી સ્વસ્થ થયા બાદ પાછા ફરવા માટે તૈયાર છે અને આ માટે ઈશાંતે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીના ટ્રેનર આશિષ કૌશિકનો આભાર માન્યો છે. જેમણે ઝડપી બૉલરને મદદ કરી હતી. ઈશાંત હવે ટૂંક સમયમાં ન્યૂઝીલેન્ડમાં રમાનારી બે મેચની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમમાં જોડાશે. ઈશાંતે શનિવારે ટ્વીટ કર્યું હતું કે, '20 જાન્યુઆરીએ પગની ઘૂંટીમાં થયેલી ઈજા બાદ મારા માટે રોલર કોસ્ટર રાઇડ રહી છે, પરંતુ આશિષ કૌશિકની મદદથી હું આ સફર પૂર્ણ કરવામાં સફળ રહ્યો છું. સ્કેનથી થોડો ડર હતો પણ આજે હું ખુશ છું અને હું ફીટ છું. આભાર આશિષ કૌશિક.'
ઈશાંત શર્માએ ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો, આ વ્યક્તિનો માન્યો આભાર - Ranji Trophy match
ભારતીય ઝડપી બૉલર ઈશાંત શર્માએ રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં ફિટનેશ ટેસ્ટ પાસ કરી લીધો છે અને હવે તે 21 ફેબ્રુઆરીથી ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં થનારા મેચની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમમાં જોવા મળશે.
ઈશાંતને અરૂણ જેટલી સ્ટેડિયમમાં રણજી ટ્રોફી મૅચમાં પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. આ ઈજા ગ્રેડ-3ની હતી, જેના કારણે ઈશાંતને 6 અઠવાડિયા આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA)ના ડિરેક્ટર સંજય ભારદ્વાજે મીડિયાને જણાવ્યું હતું કે, ઝડપી બોલર ન્યૂઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે, કારણ કે તેને 6 અઠવાડિયા આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.
ઈશાંતને રણજી મૅચમાં બીજી ઈનિંગ દરમિયાન ઈજા પહોંચી હતી. ઈજાના કારણે તેઓ મેદાનની બહાર નીકળી ગયા હતા, ત્યારબાદ તેમનો MRI સ્કેન કરાવવામાં આવ્યો હતો. જેના રિપોર્ટમાં તેમની ગંભીર ઈજા અંગે જાણવા મળ્યું હતું. ભારતને ન્યૂઝીલેન્ડમાં 2 મૅચની ટેસ્ટ સીરિઝ રમવાની છે. આ સીરિઝની પ્રથમ ટેસ્ટ 21થી 25 ફેબ્રુઆરી દરમિયાન અને બીજી ટેસ્ટ 29 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે.