ગુજરાત

gujarat

ETV Bharat / sports

ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટ: બીજા દાવમાં ભારત 90/6, બોલ્ટે 3 વિકેટ ઝડપી - New Zealand

ક્રાઈસ્ટચર્ચ ખાતે રમાઈ રહેલી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચના બીજા દિવસના અંતે ભારતે તેના બીજા દાવમાં 6 વિકેટે 90 રન બનાવ્યાં છે. પ્રથમ દાવની 7 રનની લીડ સાથે ભારત ન્યૂઝીલેન્ડ કરતાં 97 રન આગળ છે. ભારતના પ્રથમ દાવના 242 રનના જવાબમાં ન્યૂઝીલેન્ડ 235 રને ઓલઆઉટ થયું હતું.

Christchurch Test
ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટ

By

Published : Mar 1, 2020, 12:27 PM IST

ક્રાઈસ્ટચર્ચ: પ્રથમ દાવમાં ટીમ ઈન્ડિયા 242 રને ઓલઆઉટ થઈ હતી. ભારત તરફથી હનુમા વિહારી (55), ચેતેશ્વર પુજારા (54) અને પૃથ્વી શોએ (54) અડધી સદી ફટકારી હતી. જો કે, બાકીના ખેલાડીઓએ નિયમિત અંતરે તેમની વિકેટ ગુમાવતા ભારત પ્રથમ દિવસે 63 ઓવરમાં 242 રને ઓલઆઉટ થયું હતું. ન્યૂઝીલેન્ડ તરફથી કાઈલી જેમિસને 5, ટીમ સાઉથી અને ટ્રેન્ટ બોલ્ટે 2-2 અને નીલ વેગનરે 1 વિકેટ ઝડપી હતી.

ન્યૂઝીલેન્ડ પ્રથમ દાવમાં 235 રનમાં ઓલઆઉટ થયું છે અને ભારતને 7 રનની લીડ મળી છે. ન્યૂઝીલેન્ડે 153 રનમાં 7 વિકેટ ગુમાવી હતી, જો કે, છેલ્લી ત્રણ વિકેટે 82 રનની ભાગીદારી કરતાં ટીમ 235 બનાવી શકી હતી. નવમા ક્રમે બેટિંગ કરવા આવેલા કાઈલી જેમિસને 49 રન કર્યાં હતાં. આ સિવાય નીલ વેગનરે પણ 21 રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે મોહમ્મદ શમીએ 4, જસપ્રીત બુમરાહે 3, રવિન્દ્ર જાડેજાએ 2 અને ઉમેશ યાદવે 1 વિકેટ ઝડપી હતી.

ABOUT THE AUTHOR

...view details