ગુજરાત

gujarat

ETV Bharat / sports

NZ vs BAN: અનફિટ રોસ ટેલર બીજી વનડેમાંથી પણ બહાર - વનડે મેચ રોસ ટેલર

હેમસ્ટ્રિંગની સમસ્યાને કારણે રોસ ટેલર પ્રથમ મેચમાં રમી શક્યો ન હતો અને હવે તે બીજી મેચમાં પણ મેદાનમાં જોવા મળશે નહીં.

રોસ ટેલર
રોસ ટેલર

By

Published : Mar 22, 2021, 12:22 PM IST

  • બીજી મેચ ક્રાઇસ્ટચર્ચના હેગલે ઓવલ મેદાન પર રમાશે
  • ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ટ્વીટર દ્વારા કરી હતી જાહેરાત
  • પ્લંકેટ શિલ્ડ ટ્રોફીની મેચ દરમિયાન ટેલરને પહોંચી હતી ઈજા

હૈદરાબાદ: ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે હાલમાં ત્રણ વનડે મેચની સીરીઝ રમાઈ રહી છે. જેની બીજી મેચ ક્રાઇસ્ટચર્ચના હેગલે ઓવલ મેદાન પર રમાશે, પરંતુ બીજી વનડે પહેલા ન્યુઝીલેન્ડની ટીમ માટે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે.

આ પહેલા પણ રોસ ટેલરને કરાયો હતો મેચની બહાર

ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ખેલાડી રોસ ટેલરને બીજી વનડેમાંથી પણ બહાર કરી દેવાયો છે. હેમસ્ટ્રિંગની સમસ્યાને કારણે ટેલર પ્રથમ મેચમાં રમી શક્યો ન હતો અને હવે તે બીજી મેચમાં પણ મેદાન પર જોવા મળશે નહીં. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે રોસ ટેલરના વનડે સીરીઝની બીજી મેચમાંથી બહાર નીકળવાની સત્તાવાર જાહેરાત તેના ટ્વિટર એકાઉન્ટ દ્વારા કરી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે, "રોસ ટેલરને બીજી મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે, કારણ કે તે હજી સુધી તેની હેમસ્ટ્રિંગની ઈજાથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થયો નથી."

આ પણ વાંચો:રોસ ટેલર બન્યા ન્યૂઝિલેન્ડના ક્રિકેટર ઓફ ધ યર, ત્રીજી વખત જીત્યો રિચર્ડ હૈડલીનો મેડલ

23મી માર્ચે રમાશે બીજી મેચ

ઉપરાંત, પ્લંકેટ શિલ્ડ ટ્રોફીમાં સેન્ટ્રલ સ્ટેગ અને વેલિંગ્ટન ફાયરબર્ડ્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે ટેલરને ઈજા થઈ હતી. ન્યૂઝીલેન્ડે આઠ વિકેટ લઈને મેચ જીતી લીધી છે અને બંને ટીમો વચ્ચે બીજી મેચ 23 માર્ચ, મંગળવારે રમાશે.

આ પણ વાંચો:વન-ડે મેચમાં સુપર ઓવરની જરૂર નથી: રોસ ટેલર

ABOUT THE AUTHOR

...view details