ગુજરાત

gujarat

ETV Bharat / sports

ધોનીના જન્મદિવસ પર જાણો ધોનીના અવનવા શોખ વિશે - sportsnews

રાંચી : આજે સમગ્ર દેશ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીનો 38મો જન્મદિવસ મનાવી રહ્યો છે. ત્યારે માહી હાલમાં ઈગલેન્ડમાં વર્લ્ડ કપ પ્રવાસ પર છે. મેદાન પર શાનદાર પ્રદર્શનથી પ્રશંસકોને ખુશ કરતો જોવા મળી રહ્યો છે. એમ.એસ.ઘોની દુનિયાનો સૌથી સફળ કેપ્ટનમાંથી એક છે. તેમની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાને વર્ષ 2007 T-20 વર્લ્ડ કપ જીત્યો હતો. અને વર્ષ 2011માં વર્લ્ડ કપ જીત્યો હતો.

જાણો ધોનીના અવનવા શોક વિશે, કીંમત જાણી રહી જશો દંગ

By

Published : Jul 7, 2019, 8:32 PM IST

ધોનીના જન્મદિવસ પર તેમની પત્ની સાક્ષીએ કેક કટિંગનો વીડિયો ઈનેસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. જેમાં ધોની તેમની પુત્રી જીવા સાથે ડાન્સ કરતો જોવા મળે છે.

ધોનીએ લીડસમાં મનાવ્યો જન્મદિવસ

IPLની વાત કરીએ તો IPLની ફેન્ચાઈઝી ચેન્નઈ સુપરકિંગ્સની કમાન ધોનીના હાથમાં છે. તેમણે ચેન્નઈને 3 વખત ચેમ્પિયન બનાવ્યુ છે. ધોનીના જીવન આધારિત એક ફિલ્મ પણ બની છે. જેમાં ધોનીનું પાત્ર અભિનેતા સુશાંત સિંહ રાજપુતે રજુ કર્યુ હતુ. આ ફિલ્મમાં ક્રિકેટ કેરિયર અને જીદંગીની રોચક કહાની છે. માહી કાર અને બાઈકનો શોખ ધરાવે છે. ધોનીનું ઘર રાચીમાં આવેલુ છે.

ધોનીએ લીડસમાં મનાવ્યો જન્મદિવસ

તેમનું રાચીમાં આવેલું ઘર 6 કરોડ રુપિયાનું છે. ઓડી ક્યૂ7 પણ છે. જેમની કિંમત 88 લાખ રુપિયા છે.

ધોની ડોગનો પણ શોખ ધરાવે છે. તેમની પાસે 4 પેટ ડોગ છે. તેમના નામ સૈમ, લિલી, ગબ્બર અને જોયા રાખવામાં આવ્યુ છે.

માહી તેમના પેટ ડોગ સાથે

માહીને બાઈકોનો સૌથી વઘુ શોખ છે.23 બાઈકનો માલિક છે. તેમની પાસે કોન્ફડરેટ હેલ્લકેટ એક્સ 132 છે. જેની કિંમત 60 લાખ રુપિયા છે.

માહી રાખે છે. કાર અને બાઈકનો શોક

ABOUT THE AUTHOR

...view details