ગુજરાત

gujarat

ETV Bharat / sports

#15YearsOfDhoni: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધોનીના 15 વર્ષ પૂર્ણ

નવી દિલ્હી: પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ સોમવારે અંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 15 વર્ષ પૂરા કર્યા છે. ધોનીની કેપ્ટનશીપ દરમિયાન ભારતીય ટીમે અનેક સફળતાઓ મેળવી છે.

dhoni
ધોની

By

Published : Dec 23, 2019, 12:25 PM IST

Updated : Dec 23, 2019, 1:41 PM IST

ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2004માં બાંગ્લાદેશની સામે ડેબ્યુ કર્યું હતું. ડેબ્યુ મેચમાં ધોની 0 રને આઉટ થયો હતો. ધોનીએ ભારતીય ક્રિકેટને એક નવી ઉંચાઇ પહોંચાડી છે. ધોનીની કેપ્ટનશીપમાં ભારતે ક્રિકેટમાં ધાક જમાવી હતી. ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 17,266 રન કર્યાં છે.

ધોની

ધોનીની કેપ્ટનશીપમાં ભારતે 2007માં T-20 વિશ્વકપ જીત્યો હતો. 28 વર્ષ બાદ ભારતે 1984માં વનડે વિશ્વકપ જીત્યો હતો. આ ઉપરાંત ચેમ્પિયન ટ્રોફી જીતી હતી.

ધોની

ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છેલ્લી મેચ વિશ્વકપ 2019ની સેમિફાનલમાં રમી હતી. 2019 વિશ્વકપની સેમિફાઇલમાં ભારતનો 18 રને પરાજય થયો હતો. ધોનીએ વિકેટ કીપર તરીકે ભારતને અનેક સફળતાઓ અપાવી છે.

ધોની

ધોની કેપ્ટનશીપમાં ભારતની ઉપલ્બધિ...

ક્રિકેટ વિશ્વકપ (2011)
T-20 વિશ્વકપ (2007)
ચેમ્પિયન ટ્રોફી (2013)
IPL (2010, 2011, 2018)
ચેમ્પિયન્સ લીગ T-20 (2010, 2014)
10,773 વનડે રન
4,876 ટેસ્ટ રન
1,617 T-20 આંતરરાષ્ટ્રીય રન

ધોનીની કેપ્ટનશીપમાં ભારત 2009માં પ્રથમવાર ટેસ્ટમાં ચેમ્પિયન બન્યું હતું.

Last Updated : Dec 23, 2019, 1:41 PM IST

ABOUT THE AUTHOR

...view details