નવી દિલ્હીઃ કોરોના વાઇરસથી જાણે પુરી દૂનિયા સુમસામ થઈ ગઈ છે. ટોક્યો ઓલિમ્પિક -2020ને એક વર્ષ માટે મુલતવી રાખવામાં આવ્યું છે અને આઈપીએલની શરૂઆત પણ મુલતવી રાખવામાં આવી છે. એવી સંભાવના પણ છે કે આ વર્ષે એશિયા કપનું પણ આયોજન ન થાય.
IPLની સાથે હવે એશિયા કપ પર કોરોના વાઇરસની તલવાર લટકી - કોરોનાવાઈસની રમતગમત પર અસર
બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિઓ જોઈને લાગે છે કે આ વર્ષે એશિયા કપના આયોજનની વાત કરવી પણ યોગ્ય નથી.
BCCIના એક અધિકારીએ જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિઓને ધ્યાને રાખી આ વર્ષે એશિયા કપનું આયોજન થશે એ કહેવુ યોગ્ય નથી. વધુમાં અધિકારીએ કહ્યું કે, "ક્રિકેટના સમયપત્રક વિશે અત્યારે વાત કરવી યોગ્ય નથી. કોવિડ -19ની અસર કઈ રીતે થઈ શકે તે કોઈને ખબર નથી. અર્થશાસ્ત્ર પર તેની શું અસર થશે તેની કોઈ જાણકારી નથી. તેવા સમયમાં એશિયા કપનું આયોજન કરવું તે એ અંગે વાત કરવી યોગ્ય નથી.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, એશિયન ક્રિકેટ કાઉન્સિલની આગામી બેઠક ક્યારે થશે અને એશિયા કપ અંગેના નિર્ણયનું ભવિષ્ય કેવું હશે તે વિશે અમે કંઈ કહી શકીએ તેમ નથી. કોરોના વાઇરસને કારણે IPLપણ 15 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે. અગાઉ તેની શરૂઆત 29 માર્ચે થવાની હતી.