ગુજરાત

gujarat

ETV Bharat / sports

બેટ્સમેન પર દોષનો ટોપલો ઢોળવો યોગ્ય નથી : બુમરાહ - Indian cricket team

ભારતીય ટીમના ફાસ્ટ બોલર બુમરાહે કહ્યું કે, હાલમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના ભારતીય ટીમનું ફોક્સ મહેમાન ટીમ પર દબાણ જાળવી રાખવાનું રહેશે. ખરાબ બેટીંગ માટે બેટ્સમેનોને જવાબદાર ઠેરવી દેવા યોગ્ય નથી.

New Zealand vs India
New Zealand vs India

By

Published : Mar 1, 2020, 8:28 PM IST

ક્રાઈસ્ટચર્ચ: ભારતીય ટીમે પ્રથમ દાવમાં 242 રન બનાવવ્યા બાદ બોલરોના દમે સામેની ટીમને 235 રનો પર સમેટી દીધી. પરંતુ બીજા દાવમાં ભારતનું બેટીંગ ખૂબ નિરાશાજનક રહ્યું હતુ. ભારતે બીજા દિવસના અંત સુધી 90 રનમાં 6 વિકેટો ગુમાવી દીધી હતી. ભારતને અત્યાર સુધી 97 રનની લીડ મેળવી છે.

દિવસની રમત પૂર્ણ યા બાદ પત્રકારો સમક્ષ પહોંચેલા બુમરાહે કહ્યું, બોલરોના સમૂહ તરીકે અમે ઘણી વાર સારી સ્થિતિ ઉભી કરી. આ કામ ચાલુ રાખીશું અને હરીફ ટીમ પર દબાણ ઉભુ કરીશુ. અમે વિકેટ લેવા માટે યોગ્ય તકો ઉભી કરી હતી. ટીમના ભાગ સ્વરૂપે અમારી ભૂમિકા અંગે ખુશ છે. તેમણે ઉમેર્યુ કે, અમે કોઈ પણ પ્રકારની બ્લેમ-ગેમ રમવા નથી માંગતા હતા. અમારી ટીમમાં કોઈની ઉપર દોષનો ટોપલો ઢોળી દેવાની પરંપરા નથી. જ્યારે બોલર તરીકે અમે ખરાબ પ્રદર્શન કરીએ તો બેટ્સમેન અમારી ટીકા નથી કરતા, તો આવા સમયે અમે તેમની ટીકા કરવાની બદલે અમારી પાસે જે અપેક્ષા રાખવામાં વશે તે જ કરતા રહીશું.

ABOUT THE AUTHOR

...view details