ન્યૂઝીલેંન્ડ બીજી વાર વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી છે. જ્યારે યજમાન ઇંગ્લેન્ડ ચોથી વાર ફાઇનલમાં પહોંચી છે. છેલ્લા વર્લ્ડકપમાં જ ન્યૂઝીલેંન્ડ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ, ઓસ્ટ્રેલિયાએ તેને ચેંપિયન બનવાથી અટકાવી હતી.
ઇંગ્લેન્ડને જો જોવામાં આવે તો તે 27 વર્ષ પછી ફાઇનલમાં પહોંચી છે. 1992માં તેને ગ્રાહમ ગૂચની કેપ્ટનશીપમાં ફાઇનલ રમી હતી, જે મેચ પાકિસ્તાન જીતી અને પ્રથમ વખત ચેંપિયન બન્યું હતું.
હવે બંને પાસે પ્રથમ વખત વર્લ્ડકપ જીતવાનો ચાન્સ છે. પરંતુ કોણ જીતશે એ તો મેચ રમ્યા પછી જ ખબર પડશે.
તેમાં મહત્વનું તો એ છે કે, ઇંગ્લેન્ડ એવી ત્રીજી ટીમ બનશે જે યજમાન રહેતાની સાથે જ ચેંપિયન બને. ભારત 2011માં ચેંપિયન બન્યું હતું. ઓસ્ટ્રેલિયાએ પણ યજમાનીમાં વર્લ્ડકપ જીત્યો હતો.
જ્યારે વર્લ્ડકપમાં 23 વર્ષ પછી પ્રથમ વાર એવુ થશે કે, વર્લ્ડકપ જીતેલી ટીમ મેચ નહીં રમે. 1996માં શ્રીલંકા પ્રથમ વાર વર્લ્ડકપ જીતી હતી. ત્યારથી અત્યાર સુધી કોઈ નવો વિજેતા જાહેર થયો ન હતો. અને તે ટીમ જ વર્લ્ડકપ જીતતી આવી છે. જે પહેલા જીતી હોય, પરંતુ આ વખતે ઇતિહાસ બદલાશે.
1975માં વેસ્ટ ઇન્ડીઝે વર્લ્ડકપ જીત્યો હતો. વેસ્ટ ઇંન્ડીઝે 1979માં પણ ઇંગ્લેન્ડને હરાવી વર્લ્ડકપ જીત્યો હતો. ત્યાર બાદ ભારતે 1983માં જીત હાંસલ કરી વેસ્ટ ઇન્ડીઝની જીત અટકાવી હતી. 1987માં ઓસ્ટ્રેલિયાએ જીત હાંસલ કરી હતી. જ્યારે પાકિસ્તાને 1992માં જીત હાંસલ કરી ઓસ્ટ્રેલિયાને જીત અટકાવી હતી.
1996માં શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાને બીજી વખત ચેંપિયન બનતા અટકાવી હતી. પરંતુ 1999માં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવી અને બીજી વખત વર્લ્ડકપ હાંસલ કર્યો હતો. ત્યાર બાદ 2003 અને 2007માં ભારત અને શ્રીલંકાને હાર આપી અને વર્લ્ડકપને જાળવી રાખ્યો હતો.