ગુજરાત

gujarat

ETV Bharat / sports

આર્ચરે આપ્યું સૂચન, કહ્યું- ખાલી સ્ટેડિયમમાં માહોલ બનાવવા માટે સ્પીકરોનો ઉપયોગ થઇ શકે છે - સ્પીકર સાથે ક્રિકેટ

જોફ્રા આર્ચરે લખ્યું કે, સંપૂર્ણ શાંત વાતાવરણમાં રમવા માટેની આદત પાડવા માટે આપણને સમય લાગશે. જેથી મને લાગી રહ્યું છે કે, સ્પીકરના માધ્યમથી સંગીત, લોકોનો અવાજ વગેરે દ્વારા થોડો માહોલ બની શકે છે.

ETV BHARAT
આર્ચરે આપ્યું સૂચન, કહ્યું- ખાલી સ્ટેડિયમમાં માહોલ બનાવવા માટે સ્પીકરોનો ઉપયોગ થઇ શકે છે

By

Published : May 13, 2020, 11:56 AM IST

લંડનઃ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે કહ્યું કે, જ્યારે ક્રિકેટ શરૂ થશે, ત્યારે ખાલી સ્ટેડિયમમાં રમવામાં ખૂબ મુશ્કેલી થશે.

કોરોના વાઇરસના કારણે ક્રિકેટના તમામ ફોર્મેટ સ્થગિત કરવામાં આવ્યાં છે. પ્રશાસન ફરીથી ક્રિકેટ શરૂ કરવાના કામમાં લાગ્યું છે અને દર્શકો વિના ખાલી સ્ટેડિયમમાં મેચ રમવાનો એક વિકલ્પ છે.

આર્ચર

આર્ચરે એક છાપામાં પોતાની કોલમમાં લખ્યું કે, હા ખાલી સ્ટેડિયમમાં રમવું ખૂબ મુશ્કેલ હશે, પરંતુ હું સમજી શકું કે, આના માટે મેદાનમાં આવતા દરેક દર્શકની તપાસ શક્ય નથી.

ઈંગ્લેન્ડની વર્લ્ડ કપ ટીમનો ભાગ રહેલા આર્ચરે ખાલી સ્ટેડિયમમાં ખેલાડીઓની મદદ માટે એક સૂચન કર્યું છે. તેમણે કહ્યું કે, ભીડનો અહેસાસ અપાવવા માટે સ્પીકરોનો ઉપયોગ થઇ શકે છે.

આર્ચર

આર્ચરે લખ્યું કે, સંપૂર્ણ શાંત વાતાવરણમાં રમવા માટેની આદત પાડવા આપણે સમય લાગશે. જેથી મને લાગી રહ્યું છે કે, સ્પીકરના માધ્યમથી સંગીત, લોકોનો અવાજ વગેરે દ્વારા થોડો માહોલ બની શકે છે.

તેમણે કહ્યું કે, જો આપણે ખાલી સ્ટેડિયમમાં રમીશું, તો ફોર, સિક્સ અને વિકેટ પડવા સમયે તાળી વગાડવા માટે આ એક વિકલ્પ થઇ શકે છે.

ABOUT THE AUTHOR

...view details