નવી દિલ્હીઃ જેમ્સ નીશમે પોતાની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબના ટ્વીટર હેન્ડલ પર પોતાના ચાહકોના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે, 'સેમીફાઇનલમાં ભારતને હરાવ્યા બાદ પોતાની ટીમ સાથે ડ્રેસિંગ રુમમાં બેસવું યાદગાર પળ છે.'
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલા પહેલા સેમીફાઇનલ વરસાદને કારણે બે દિવસ સુધી ચાલ્યો હતો. ભારતે ન્યૂઝીલેન્ડને આઠ વિકેટના નુકસાન પર 239 પર સીમિત કર્યો હતો, પરંતુ ન્યૂઝીલેન્ડ ટીમના બૉલરે ભારતને 221 રનો પર ઑલ આઉટ કર્યા હતા.
આ મૅચમાં ભારતે 92 રનો પર પોતાની છઠ્ઠી વિકેટ ગુમાવી હતી, પરંતુ તે બાદ રવિન્દ્ર જાડેજાએ 59 બૉલ પર 77 રનોની પારી રમી હતી અને મહેન્દ્ર ધોનીની સાથે 116 રનોની ભાગીદારી કરીને ભારતને મૅચમાં પરત લાવ્યા હતા, પરંતુ ટીમને જીત અપાવી શક્યા ન હતા. ધોની 49મા ઓવરમાં આઉટ થઇ ગયા હતા અને તેની સાથે મૅચ ભારતના હાથમાંથી નીકળી ગઇ હતી.
ન્યૂઝીલેન્ડની ટીમે 2019 વિશ્વ કપ જીતવાનો શાનદાર અવસર ગુમાવ્યો હતો. ન્યૂઝીલેન્ડ અને ઇન્ગલેન્ડની વચ્ચે થયેલા ફાઇનલ મૅચને વિશ્વકપના ઇતિહાસનો સૌથી શાનદાર ફાઇનલમાંનો એક માનવામાં આવે છે. મૅચ અને સુપર ઓવર બંને ટાઇ થઇ હતી. જો કે, 2019 વિશ્વ કપ ઇન્ગલેન્ડની ટીમે વધુ બાઉન્ડ્રીના આધારે જીતી હતી.