ગુજરાત

gujarat

ETV Bharat / sports

દિલ્હી પોલીસનો ઘટસ્ફોટ: વર્ષ 2000માં આફ્રિકા સામેની મુંબઈ ટેસ્ટ અને કોચી વન-ડે ફિક્સ હતી - Delhi Police has filed a new chargesheet against the accused in the match-fixing case

વર્ષ 2000માં થયેલા મેચ ફિક્સિંગ કેસમાં દિલ્હી પોલીસે સંજીવ ચાવલા સામે નવી ચાર્જશીટ દાખલ કરી છે અને કહ્યું છે કે વર્ષ 2000માં ભારત-દક્ષિણ આફ્રિકાની સિરીઝ દરમિયાન મુંબઇમાં રમાયેલી ટેસ્ટ તેમજ કોચીમાં રમાયેલી વન-ડે મેચ ફિક્સિંગ થઇ હતી. દિલ્હી પોલીસે ખુલાસો કર્યો છે કે આરોપી શખ્સોએ આઇપીસીની કલમ 420 અને 120 બી હેઠળ ગુના કર્યા છે.

Mumbai Test, Cochin ODI In 2000 Versus South Africa Were Fixed : delhi police
વર્ષ 2000માં આફ્રિકા વિરુદ્ધ મુંબઇમાં રમાયેલી ટેસ્ટ મેચ અને કોચીમાં રમાયેલ વન-ડે મેચમાં ફિક્સિંગ થયુ હતુઃ દિલ્હી પોલીસ

By

Published : May 25, 2020, 3:32 PM IST

હૈદરાબાદઃ વર્ષ 2000માં થયેલા મેચ ફિક્સિંગ કેસમાં દિલ્હી પોલીસે દાખલ કરેલી નવીનતમ ચાર્જશીટમાં મુખ્ય આરોપી સંજીવ ચાવલા સામે કેટલાક ચોકાવનારા ખુલાસા થયા છે. ચાવલાને એક લાંબી પ્રક્રિયા બાદ આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. પરંતુ ચાવલા હાઇકોર્ટના સ્ટેના આદેશના અભાવે તિહાર જેલની બહાર આવી ગયો હતો.

વર્ષ 2000માં આફ્રિકા વિરુદ્ધ મુંબઇમાં રમાયેલી ટેસ્ટ મેચ અને કોચીમાં રમાયેલ વન-ડે મેચમાં ફિક્સિંગ થયુ હતુઃ દિલ્હી પોલીસ

એક અહેવાલ મુજબ 13 મેના રોજ દિલ્લી પોલીસે હાઈકોર્ટના આદેશને પડકારતા સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. આ પહેલા દિલ્હીની એક કોર્ટે 2 મે 2020ના રોજ વર્ષ 2000માં થયેલા મેંચ ફિક્સિંગ કાંડના મુખ્ય આરોપી સંજીવ ચાવલાને જામની આપી દીધા હતા.

વર્ષ 2000ને વિશ્વ ક્રિકેટનો સૌથી કાળો અધ્યાય માનવામમાં આવે છે, તે જ વર્ષે ક્રિકેટમાં ફિક્સિંગનો સૌથી મોટો ખુલાસો થયો હતો. આ મેચ ફિક્સિંગમાં દક્ષિણ આફ્રિકાના તત્કાલીન કેપ્ટન હૈંસી ક્રોંજેના નામની સાથે ઘણા બીજા મોટા ક્રિકેટરોનાં નામ સામે આવ્યા હતા. ચાવલા અને હૈંસી ક્રોંજે વચ્ચે થયેલી વાતચીત ટેપ કરાઇ હતી, ત્યારબાદ પોલીસે બે ભારતીય સટ્ટેહબાજો સંજીવ ચાવલા અને રાજેશ કાલરાની ધરપકડ કરી હતી.

વર્ષ 2000માં આફ્રિકા વિરુદ્ધ મુંબઇમાં રમાયેલી ટેસ્ટ મેચ અને કોચીમાં રમાયેલ વન-ડે મેચમાં ફિક્સિંગ થયુ હતુઃ દિલ્હી પોલીસ

દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડના એમડી અલી બેચરને હૈંસી ક્રોંજે પોતાની સચ્ચાઇ જણાવી હતી, જે બાદ ચાવલાની ધરપકડ કરવામાં આવી હતી. સરકાર દ્વારા નિયુક્ત કિંગ કમિશને પાછળથી ક્રોંજેને પ્રત્યક્ષ દાગદાર સાબિત કર્યો. આ કારણોસર ક્રોને પર આજીવન પ્રતિબંધ લગાવાયો હતો. જૂન 2002માં એક વિમામ દુર્ઘટનામાં તેનું મોત નીપજ્યું હતું.

ચાવલા હાલમાં બ્રિટીશ નાગરિક છે, આ વર્ષે ફેબ્રુઆરીમાં બ્રિટને એક લાંબી પ્રક્રિયા બાદ ભારતને સોંપ્યો હતો. એક વેબસાઇટ અનુસાર દિલ્હી પોલીસે તે વિવાદાસ્પદ શ્રેણીની ચોક્કસ ઘટનાઓની વિગતો મેળવી, બે મેચ ફિક્સ કરવાની વાત આ નવી ચાર્જશીટમાં છે.

દિલ્હી પોલીસે દાખલ કરેલી નવીનતમ ચાર્જશીટ મુજબ તપાસ દરમિયાન નોંધાયેલા ગવાહો નિવેદનોના આધારે જ્પત કરાયેલા ઓડિયો અને વીડિયો કેસેટ, સીએફએસએલ રિપોર્ટ અને અન્ય દસ્તાવેજો અને મૌખિક પુરાવોના તેમજ આરોપીયો વચ્ચે થયેલી વાતચીતના આધારે તે સુરક્ષિત રીતે તારણ કાઢી શકાય છે કે કેટલીક મેચો ફિક્સ થઇ હતી. જ્યારે કેટલીક મેચોમાં ખેલાડિયોને ફિક્સ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ચાર્જશીટમાં વધુમાં જણાવ્યું છે કે આ ષડયંત્રને આગળ વધારતા, મુંબઇની પહેલી ટેસ્ટ મેચ અને કોચિનમાં પહેલી વન-ડે મેચમાં ફિક્સિંગ કરવામાં આવ્યો હતો, અને તેના પરિણામસ્વરૂપ આરોપીને ખોટી રીતે ફાયદો થયો હતો અને મોટાભાગે લોકોને ખોટી ખોટ પડી હતી, આરોપીઓએ આઇપીસીની ધારા 420 અને 120બી હેઠળ ગુના કર્યા છે, દિલ્હી પોલીસે બીસીસીઆઇના પૂર્વ સચિવ જયવંત લેલે સહિત 68 ગવાહોની એક સૂચી પણ શેર કરી છે.

વર્ષ 2000માં આફ્રિકા વિરુદ્ધ મુંબઇમાં રમાયેલી ટેસ્ટ મેચ અને કોચીમાં રમાયેલ વન-ડે મેચમાં ફિક્સિંગ થયુ હતુઃ દિલ્હી પોલીસ

તેમણે કહ્યું કે "એવું નક્કી કરવામાં આવ્યું હતું કે દક્ષિણ આફ્રિકાની ટીમ ઇનિંગ્સમાં 250 થી વધુ રન નહીં બનાવશે. જોકે દક્ષિણ આફ્રિકાની ટીમે ત્રણ દિવસમાં ટેસ્ટ જીતી લીધી હતી, પરંતુ તેનું શ્રેય ભારત દ્વારા ખૂબ જ ખરાબ પ્રદર્શનને આપવામાં આવ્યું હતું. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 225 રન બનાવ્યા જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમે ફક્ત 176 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગમાં ભારતે 113 રન બનાવ્યા હતા અને દક્ષિણ આફ્રિકાની ટીમે ફક્ત 164 રન બનાવીને મેચ જીતી હતી. આમ, દક્ષિણ આફ્રિકાની ટીમે બંને ઇનિંગ્સમાં 250 થી વધુ રન બનાવ્યા નહીં, જેમ કે આરોપી હંસી ક્રોંજે દ્વારા ફિક્સરને આપેલા વચન મુજબ. આ રીતે તે મેચ ફિક્સિંગ હતું. "

દિલ્હી પોલીસે દાખલ કરાયેલી ચાર્જશીટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બીજી, ત્રીજી અને ચોથી વન-ડે મેચ ફિક્સ કરાઇ ન હતી.

ABOUT THE AUTHOR

...view details