ગુજરાત

gujarat

ETV Bharat / sports

મુંબઈ ઈન્ડિયન્સના ક્રિકેટર જયંત યાદવે કરી સગાઈ - latestsportsnews

મુંબઈ : જયંત યાદવે તેમની ગર્લફેન્ડ દિશા ચાવલા સાથે સગાઈ કરી છે. જયંત મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાંથી રમે છે. ફ્રેન્ચાઈઝીએ પણ જંયતને શુભકામના પાઠવી છે.

etv bharat

By

Published : Nov 24, 2019, 3:09 PM IST

Updated : Nov 24, 2019, 6:29 PM IST

ભારતીય ઓલરાઉન્ડર જયંત યાદવે 19 નવેમ્બરના રોજ તેમની ગર્લફેન્ડ સાથે સગાઈ કરી છે. જેમાં યુજવેન્દ્ર ચહલ પણ સામેલ થયો હતો. જેમણે સોશિયલ મીડિયા પર જંયતને શુભકામના પાઠવી છે. જયંત મુંબઈ ઈન્ડિયન્સ માટે રમે છે. ફેન્ચાઈઝીએ પણ આ બંન્ને સોશિયલ મીડિયા પર શુભકામના આપી હતી.

મુંબઈ ઈન્ડિયન બંન્નેનો ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યું , જયંત સી એન્ડ બી દિશા.

મુંબઈ ઈન્ડિયનનું ટ્વિટ

દિશા અને જયંતના લગ્ન ટુંક સમયમાં થશે. તેમણે વર્ષ 2016માં ઈગ્લેન્ડ વિરુદ્ધ ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતુ. આ જ સીરિઝમાં ચોથા મેચમાં તેમણે સદી ફટકારી હતી. તે નંબર-9 પર આ સદી જોડનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યા હતા. તેમણે ફારુખ એન્જિન્યરને પાછળ રાખ્યો હતો. તેમણે 90 રન કર્યા હતા.

Last Updated : Nov 24, 2019, 6:29 PM IST

ABOUT THE AUTHOR

...view details