નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ મુખ્ય પસંદગીકાર એમ.એસ.કે.પ્રસાદે મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્માની કપ્તાનીનું અંતર જણાવ્યું છે. ઓનલાઈન લાઈવ વીડિયો સેશનમાં ચર્ચા કરતાં પ્રસાદે કહ્યું કે, ત્રણેય કેપ્ટનની શૈલી અલગ છે. જેણે ગત વર્ષોમાં ઘણી સફળતા અપાવી છે.
એક એપ પર અપલોડ કરવામાં આવેલા ઈન્ટવ્યુમાં પ્રસાદે કહ્યું, જો તમે આધાર શૈલી જોશો, તો કેપ્ટન તરીકે ઘણી અલગ-અલગ શૈલીઓ હોય છે. આ ત્રણેય અલગ પ્રકારના કેપ્ટન છે. મને વિશ્વાસ છે કે, આ ત્રણેય પોતાનામાં શ્રેષ્ઠ છે.
પ્રસાદે કહ્યું, આ ત્રણ ખેલાડી વિવિધ શૈલીના છે. માહિ શાંત છે. જ્યાર સુધી એ પોતાની રણનીતિને લાગૂ નથી કરતા, ત્યાં સુધી તમે જાણી ન શકો કે, તેમના મગજમાં શું ચાલી રહ્યું છે. તે ખૂબ શાંત અને સરળ છે, જ્યારે વિરાટ ખૂબ સ્પષ્ટતા રાખનારા કેપ્ટન છે. તે હંમેશા સામે વાળા માટે તૈયાર રહે છે. તેમને મગજમાં સ્પષ્ટ રહે છે કે, તેમને શું કરવાનું છે.