હેમિલ્ટન: લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહેલએ જણાવ્યું કે, ભારતના ભૂતપૂર્વ કેપ્ટન એમ.એસ. ધોની, જેમણે 2019ની વર્લ્ડ કપ સેમિફાઇનલ મેચ જે ન્યૂઝીલેન્ડ સામે રમી હતી, એ મેચ બાદ એક પણ ઇન્ટરનેશનલ મેચ ધોની રમ્યા નથી, પરંતુ ટીમની બસમાં MSનું સ્થાન હજી અનામત છે.
એમ.એસ. ધોનીની બેઠક હજી પણ ટીમની બસમાં અનામત છે: ચહલ સોમવારે ટીમ ઈન્ડિયાએ ઓકલેન્ડથી હેમિલ્ટન તરફ જતા માર્ગ પર ચહલે એ સ્થળનો ઉલ્લેખ કર્યો હતો, જ્યાં મુસાફરી દરમિયાન ધોની ટીમની બસમાં બેઠા હતો. બીસીસીઆઈ દ્વારા પોસ્ટ કરાયેલા 'ચહલ ટીવી' વીડિયોમાં ટીમ ધોનીને કેટલી મિસ કરે છે, તે વિશે વાત કરતા જોવા મળ્યાં હતાં.
ટીમ ઈન્ડિયા બુધવારે ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની શ્રેણીની ત્રીજી T-૨૦ મેચમાં રમાશે, વીડિયોમાં ચહલ બસની પાછળના ભાગમાં ખાલી કોર્નર બેઠકની બાજુમાં બેઠો છે, અને કહેતા, "યે વો સીટ હૈ જહા એક લેજન્ડ બેઠે થે. માહી ભાઈ (એમ.એસ. ધોની). અભી ભી યહા કોઈ નહીં બેઠા. હમ ઉન્હે બહોત મિસ કરતે હૈ. "
ભારતની 5 ટી20 મેચોની સિરીઝ આ વીડિયોમાં ચહલ ભારતીય ફાસ્ટ બોર્લર જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત, સ્પિનર કુલદીપ યાદવ અને ઓપનર કે.એલ. રાહુલ સાથે રમૂજી વાતચીત કરતા જોવા મળ્યાં હતાં. મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પહેલેથી જ જાહેર કરી દીધું છે કે, ધોની હજી પણ T-20 વર્લ્ડકપ માટે વિચારણા કરી શકે છે, જો તે 29 માર્ચથી શરૂ થનારી આઇપીએલમાં સારો દેખાવ કરશે તો. 16 જાન્યુઆરીએ ધોનીને બીસીસીઆઈના કેન્દ્રીય કરારોની સૂચિમાંથી બાકાત રાખવામાં આવ્યો હતો.