- ટીમ ઇન્ડિયાની જર્સી પર જોવા મળશે MPL
- BCCIએ 3 વર્ષના કરાર કર્યા
- BCCI ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી
નવી દિલ્હીઃ 'એમપીએલ સ્પોર્ટસ અપેરલ એન્ડ એક્સેસરીઝ'ને આગામી 3 વર્ષ સુધી ભારતીય ક્રિકેટ ટીમના ડ્રેસ સ્પોન્સર તરીકે પસંદગી કરવામાં આવી છે. આ કરાર ડિસેમ્બર 2023 સુધીનો છે. MPL હાલ MPLની બે ફ્રેન્ચાઇજી ટીમ કોલકતા નાઇટરાઇડર્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લુરૂ સાથે જોડાયેલી છે. હવે ભારતીય પુરુષ ટીમ, મહિલા ટીમની સાથે-સાથે અંડર-19ની જર્સીઓમાં પણ MPL છાપેલું જોવા મળશે.
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન MPLની સેવા
ત્રણ વન-ડે, ત્રણ ટી-20 અને ચાર ટેસ્ટની સિરિઝ રમવા માટે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ગઇ છે. સિરિઝની શરૂઆત 27 નવેમ્બરથી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર એક દિવસીય મૅચથી થશે. ભારતીય ક્રિકેટ ટીમનો ડ્રેસ તેમજ અન્ય સામાન હવે MPL પૂરું પાડશે. ભારતીય ક્રિકેટ ફેન્સને MPL તેમની દુકાનોમાંથી ટી-શર્ટ અને ચીજવસ્તુઓ પણ વેચશે. આ કરાર બાદ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પણ ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આ ભાગીદારીનો ઉદેશ ઉચ્ચ ગુણવતા વાળો સામાન ભારતીય ફેન્સ સુધી પહોંચાડવાનો છે. આ માત્ર દેશમાં જ નહીં, પરંતુ વિશ્વ સ્તર પર ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશીની વાત છે.