જબલપુર: કોરોના વાઈરસની અસર ક્રિકેટ જગત પર પણ જોવા મળી રહ્યો છે. આ રોગચાળા વચ્ચે ક્રિકેટરો પોતપોતાના ઘરે બેઠા છે. ખેલાડીઓ સામાજિક અંતર સાથે પ્રેક્ટિસ કરીને પોતાને ફીટ રાખે છે. હાલ રણજીના ખેલાડીઓ પણ ઘરોમાં બંધ છે. તેઓ ખાલી મેદાનમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. રણજી ખેલાડી અજય રાજપૂત પણ ખાલી મેદાનમાં બેટ લહેરાવીને પોતાનું મનોરંજન કરી રહ્યો છે.
ક્રિકેટર અજય રાજપુત સાથે ઈટીવી ભારતની ખાસ વાતચીત - ક્રિકેટ
ક્રિકેટર અજય રાજપુતે ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, કોરોના વાઈરસની અસર ક્રિકેટ તેમજ તેના પર કઈ રીતે થઈ રહી છે. તેના ઘણા કાર્યક્રમો કોરોના વાઈરસના લીધે રદ થયા છે.
![ક્રિકેટર અજય રાજપુત સાથે ઈટીવી ભારતની ખાસ વાતચીત Ajay Rajput Interview](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7315535-852-7315535-1590223223464.jpg)
Ajay Rajput Interview
રણજી ખેલાડી અજય રાજપૂતે ઈટીવી ભારતને જણાવ્યું કે, તેની ક્રિકેટ પ્રેક્ટિસ પણ કોરોના વાઈરસના લોકડાઉનથી ઘણી હદ સુધી પ્રભાવિત થઈ છે. તેમજ તેનો ઇંગ્લેન્ડ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. જ્યાં તે કાઉન્ટી ક્રિકેટ રમવાનો હતો. અજય રાજપૂતે ઓગસ્ટમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવાનું હતુ, પરંતુ કોરોના વાઈરસને કારણે તેની દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ પર પણ જોખમ તોળાઈ રહ્યું છે.