સિડનીઃ ભારતીય ક્રિકેટ ટીમના તેજ બૉલર મોહમ્મદ સિરાજે ખુલાસો કર્યો છે કે, સિડની ટેસ્ટ શરૂ થવા પહેલા તે રાષ્ટ્રગાન દરમિયાન ભાવુક થયા હતા. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. જે બાદ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
રાષ્ટ્રગીત દરમિયાન સિરાજ ભાવુક થયા
ઑસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેના પિતાનું નિધન થયું હતું અને તેમના અંતિમ સંસ્કાર માટે ભારત પરત ફરી ન શક્યા હતા. તેમના પિતાનું નિધન 20 નવેમ્બરે થયું હતું અને બીસીસીઆઇએ તેમને અનુમતિ આપી હતી કે, જો તે જવા ઇચ્છે તો જઇ શકે છે, પરંતુ તે ગયા ન હતા.