અંબાતી રાયડૂએ HCA પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. જે બદલ પૂર્વ કેપ્ટન મોહમ્મદ અજહરુદ્દીને તેને નિરાશ ક્રિકેટર કહ્યો હતો.
HCA અઘ્યક્ષ અઝહરુદ્દીન અને ક્રિકેટર અંબાતી રાયડૂ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપ - ambati rayudu is a frustrated cricketer
હૈદરાબાદઃ ભારતીય ક્રિકેટર અંબાતી રાયડૂએ શનિવારે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન(HCA) પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. જે બાદ HCA અધ્યક્ષ અને ભારતીય ટીમનાં પૂર્વ કેપ્ટન મોહમ્મદ અજહરુદ્દીને કહ્યું કે અંબાતી રાયડૂ હાલ ડિપ્રેશનમાં છે.

રાયડૂએ ટ્વીટ કરી કેટી રામા રાવ દ્રારા થઈ રહેલા ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કાર્યવાહી કરવા અપીલ કરી હતી. આ બાબતે અજહરૂદ્દીને કહ્યું કે, અંબાતી રાયડૂ એક નિરાશ ક્રિકેટર છે. આ અગાઉ તે વર્લ્ડ કપ પહેલા 3D ગ્લાસ અંગે ટ્વીટ કરીને વિવાદોમાં ફસાઈ ગયો હતો.
મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં રાયડુએ જણાવ્યું હતું કે, હું આ રણજી ટ્રોફીની સીઝન હૈદરાબાદ માટે રમવા માંગતો હતો. પરંતુ હવે તે શક્ય બની શકે એમ નથી. ટીમમાં હાલ ઘણું રાજકારણ ચાલી રહ્યું છે અને ટીમનું વાતાવરણ ક્રિકેટ રમવા માટે યોગ્ય નથી, હું મારા પર કાબુ રાખી શકતો નથી. મારો નિર્ણય મેં હૈદ્રાબાદ ક્રિકેટ એસોસિએશનના નવા અધ્યક્ષ મોહમ્મદ અઝહરુદ્દીને જણાવ્યો છે. જેનું ટીમમાં સ્થાન ન હોવુ જોઈએ તેવા કેટલાક ખેલાડીઓને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.