હૈદરાબાદ : ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજે ગુરુવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં મિતાલી સાડી પહેરીને ક્રિકેટ રમતી જોવા મળી રહી છે.
સાડી પહેરીને ક્રિકેટ રમતી મિતાલી, જુઓ વીડિયો - મહિલા T-20 વિશ્વકપ
ભારતીય મહિલા ખેલાડી મિતાલી રાજે T-20માંથી નિવૃતિ લઇ લીધી છે. 36 વર્ષીય મિતાલી રાજે T-20ની 32 મેચમાં ભારત માટે કેપ્ટનશીપ કરી હતી. મિતાલીએ T- 20માં 2000 રન ફટકારનારી પ્રથમ ભારતીય ખેલાડી હતી.
મિતાલી રાજે વીડિયોને ઈન્સ્ટારગ્રામ પર શેર કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે, પ્રત્યેક સાડી ઘણું બધું કહી જાય છે. તમને ફિટ હોવા માટે નથી કહેતી. ચાલો મહિલા દિવસ પર એક કિંમતી વસ્તુની શરુઆત કરીએ. આ મહિલા દિવસે પોતાની શર્તો પ્રમાણે જીવવાનું શરુ કરીએ. મિતાલી રાજના આ વીડિયોને લોકો સોશિયલ મીડયા પર પ્રશંસા કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય મહિલા ખેલાડી મિતાલી રાજે T-20માંથી નિવૃતિ લઇ લીધી છે. 36 વર્ષીય મિતાલી રાજે T-20ની 32 મેચમાં ભારત માટે કેપ્ટનશીપ કરી હતી. મિતાલીએ T-20માં 2000 રન ફટકારનારી પ્રથમ ભારતીય ખેલાડી હતી. મિતાલીએ 3 T-20 વિશ્વકપમાં કેપ્ટનશીપ કરી છે. જેમાં 2012, 2014, 2016ના વિશ્વકપનો સમાવેશ થાય છે. મિતાલી રાજે 89 T-20 મેચની 84 ઈનિંગમાં 2364 રન બનાવ્યા છે. તેમની સરેરાશ 37.52 રહી હતી. મિતાલની T-20માં 17 ફિફ્ટી પણ મારી છે.