નવી દિલ્હી : કોરોના વાયરસનો કહેર ભારતમાં પણ પહોચ્યોં છે. ત્યારે આ વાયરસની મહામારી વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સીઝનનું આયોજન થશે. મેચ સમય પર જ રમાશે.
BCCIએ પણ સ્પષ્ટ કર્યું કે, આઈપીએલ 2020 ચાલુ રહેશે અને કોરોના વાયરસને લઈ જરુરી પગલા લેશે.BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે,“આઈપીએલ ચાલુ છે.” અને બોર્ડ 29 માર્ચથી શરુ થઈ રહેલી આ ટૂર્નામેન્ટને લઈ યોગ્ય આયોજન કર્યું છે જેના માટે જરુરી પગલા લેવામાં આવશે.બીસીસીઆઈએ આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે અને કહ્યું છે કે આઈપીએલ 2020 ચાલુ રહેશે અને કોરોના વાયરસ સંબંધિત તમામ જરૂરી પગલા લેવામાં આવશે.