હૈદરાબાદ: વેસ્ટ ઈન્ડિઝના લેજેન્ડરી ક્રિકેટર માઈકલ હોલ્ડિંગે જાતિવાદ વિશે સંદેશ આપ્યાના એક દિવસ પછી તેના ઘરનો અનુભવ શેર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમની માતાએ એક અશ્વેત મનુષ્ય સાથે લગ્ન કર્યા હતા જેથી તેમની માતાની સાથે લોકોએ વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું.
માઈકલ હોલ્ડિંગના ઈન્ટરવ્યૂ દરમિયાનનો એક વીડિયો વાયરલ થયો - હૈદરાબાદ
માઇકલ હોલ્ડિંગ એક ઇન્ટરવ્યૂમાં જાતિવાદ વિશે વાત કરતા ભાવુક થઈ ગયા હતા તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
માઇકલ હોલ્ડિંગનો ઇન્ટરવ્યૂ દરમિયાનનો એક વીડિયો થયો વાયરલ
ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ટેસ્ટ મેચના બીજા દિવસે રમત પૂરી થયા બાદ એક ઇન્ટરવ્યૂમાં હોલ્ડિંગ તેના માતા-પિતા વિશે વાત કરવા માટે ભાવુક થયા હતા. હોલ્ડિંગએ જણાવ્યું કે, "સાચું કહું તો જ્યારે હું મારા માતા-પિતા વિશે વિચારું છું તો એ વાત મને ભાવુક કરી દે છે અને આ વાત ફરી આવી રહી છે. હું જાણું છું કે મારા માતા-પિતા કેવી હાલતમાંથી પસાર થયા છે. મારી માતાના પરિવારે મારી માતા સાથેનો સંબંધ તોડી નાખ્યા હતા કેમ કે તેનો પતિ અશ્વેત હતો".