ગુજરાત

gujarat

ETV Bharat / sports

શ્રીલંકન બેટ્સમેન કુસલ મેંડિસની પોલીસે કરી ધરપકડ - Kusal Mendis involved

64 વર્ષના એક વુદ્ધને ગાડી નીચે કચડવાના આરોપમાં શ્રીલંકાના વિકેટકીપર બેટ્સમેન કુસલ મેંડિસની પોલીસે અટકાયત કરી છે.

શ્રીલંકન બેટ્સમેન કુસાલ મેંડિસની પોલીસે કરી ધરપકડ
શ્રીલંકન બેટ્સમેન કુસાલ મેંડિસની પોલીસે કરી ધરપકડ

By

Published : Jul 5, 2020, 6:44 PM IST

કોલંબો: શ્રીલંકાના વિકેટકીપર બેટ્સમેન કુસલ મેંડિસની રવિવારે પોલીસે ધરપકડ કરી છે. કોલંબોમાં તેને એક વુદ્ધને ગાડીથી ટક્કર મારી હતી, જેનાથી તેનું મોત થયું હતું. મળતી માહિતી પ્રમાણે આ ઘટના કોલંબોના ઉપનગર પંડુરા વિસ્તારમાં સવારે 5 વાગ્યે બની હતી. પંડુરા વિસ્તારમાં 64 વર્ષના એક વુદ્ધ સાઇકલ પર જઇ રહ્યા હતા ત્યારે કુસલ મેંડિસની ગાડી તેની સાથે ટકરાઇ હતી, તેના કારણે વુદ્ધ ઇજાગ્રસ્ત થયા હતા, તેના થોડા સમય બાદ જ વુદ્ધનું મોત થયું હતું.

શ્રીલંકન બેટ્સમેન કુસાલ મેંડિસની પોલીસે કરી ધરપકડ

આ ઘટના બાદ કુસલની અટકાયત કરવામાં આવી અને તેને જલ્દી કોર્ટમાં હાજર કરવામાં આવશે. પોલીસ જણાવ્યું કે મૃતક પનાદુરાના ગોરકાપોલા વિસ્તારના રહેવાસી હતા. મેંડિસએ અત્યાર સુધી 44 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 2995 રન બનાવ્યા છે. જ્યારે 74 વન-ડેમાં 2167 રન બનાવ્યા છે. ટી-20માં 26 મેચ રમ્યો છે જેમાં 484 રન બનાવ્યા છે.

આ પહેલા શ્રીલંકા પોલીસે ડ્રગ્સ રાખવાના આરોપમાં શેહાન મદુશનાકાની અટકાયત કરી હતી. મદુશનાકાએ 2018માં બાગ્લાદેશ સામે હેટ્રિક લીધી હતી. આ ઘટના બાદ શ્રીલંકા ક્રિકેટ બોર્ડએ તેને ત્રણેય ફોર્મેટમાંથી કાઢી નાખ્યો હતો. તે કોઇપણ ફોર્મેટમાં રમી શકશે પણ નહી.

ABOUT THE AUTHOR

...view details