ગુજરાત

gujarat

ETV Bharat / sports

IND vs SL: શ્રીલંકાને માત આપી ભારતની 7 વિકેટે શાનદાર જીત - બીજી-T 20 ન્યૂઝ

ઈન્દોર: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની બીજી મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ભારતે T20 મેચમાં શ્રીલંકાને હરાવી 7 વિકેટે શાનદાર જીત મેળવી છે. 143 રનના લક્ષ્યનો પીછો કરતા રાહુલ અને શિખરે ક્રમશ: 45 અને 32 રન કર્યા છે.

IND vs SL
IND vs SL

By

Published : Jan 7, 2020, 9:48 AM IST

Updated : Jan 7, 2020, 10:45 PM IST

ભારત અને શ્રીલંકાની મેચમાં ભારતે શ્રીલંકાને હરાવી 1-0થી લીડ કરી છે. મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતી બોલિગનો નિર્ણય કર્યો હતો જ્યારે શ્રીલંકાને બેટિંગ કરવાની તક આપી હતી. જેમાં શ્રીલંકાએ 143 રનનો ટાર્ગેટ આપતા ભારતે 7 વિકેટે શાનદાર જીત હાંસલ કરી હતી.

મેચમાં ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલે 32 બોલમાં 45 રન અને શિખરે 29 બોલમાં 32 રન બનાવ્યા હતા. ટોસ જીતી બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકા ટીમે 20 ઓવરમાં 9 વિકેટના ભોગે 142 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દાનુષ્કા ગુનાથિલાકા (20) અને અવિષ્કા ફર્નાડો (22)ની પ્રથમ વિકેટ માટે 4.5 ઓવરમાં 38 રનની સારી શરૂઆત કરી હતી.

શ્રીલંકા

ભારતીય ટીમમાં શાર્દુલ ઠાકુર 4 ઓવરમાં 23 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય કુલદીપ યાદવે 38 રન પર 2 વિકેટ અને નવદીપ સૈનીએ 18 રન પર 2 વિકેટ પોતાના નામે કરી હતી. જ્યારે બુમરાહ અને વોશિંગટને 1-1 વિકેટ ઝડપી હતી.

Last Updated : Jan 7, 2020, 10:45 PM IST

ABOUT THE AUTHOR

...view details