IPLમાં નવી ટીમોને લઇને તેમણે કહ્યું કે, મને લાગે છે કે, IPLમાં સમય મર્યાદા અને બીજી ચીજ-વસ્તુઓને જોતા 8 ટીમની સંખ્યા ફ્રેન્ચાઈઝી અને સ્ટાર માટે સારી છે. પરંતુ થોડી નવી ફ્રેન્ચાઈઝી લાવવાથી તમારે નવા સ્ટેડિયમમાં રમવા, નવા પ્રસંસકો સાથે જોડાવા અને વધારે મેચ રમવાની તક મળશે, જે ચોક્કસપણે રમત માટે સારૂં રહેશે.
નવી ફ્રેન્ચાઈઝી આવવાથી IPLને ફાયદો થશે: મનોજ બડાલે - રાજસ્થાન રોયલ્સના માલિકનું નિવેદન
નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં નવી ટીમો લાવવાની ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી છે. 2021ની સીઝનમાં IPLમાં ટીમોની સંખ્યા વધે છે કે કેમ તેના પર તમામની નજર છે, પરંતુ રાજસ્થાન રોયલ્સના માલિક મનોજ બડાલેને લાગે છે કે નવી ટીમોના આગમનથી રમતને ફાયદો થશે. પાવર પ્લેયર પર મનોજે જણાવ્યું કે, આ ચોક્કસપણે એક રસપ્રદ પ્રયોગ છે પરંતુ તેના પર ટિપ્પણી કરતા પહેલા મારે તે કેવી રીતે ચાલશે તે જોવું રહ્યું.
નવી ફ્રેન્ચાઈઝી આવવાથી IPLને ફાયદો થશે
ફ્રેન્ચાઈઝીઓના આંતરરાષ્ટ્રીય સ્તરે મિત્રતાની ગેમ રમવા અને લીગમાં પાવર પ્લેયરને લાવવાના મુદ્દે પણ બડાલેએ પોતાના વિચારો રાખ્યા અને કહ્યું કે, પ્રયાગ કરવાની તક હંમેશા હોય છે અને વિદેશી ભૂમિમાં મિત્રતાની રમત એવી છે કે જેને ગંભીરતાથી જાણવી જોઈએ.
તેમણે કહ્યું કે, અમે પ્રથમ અને અત્યારસુધીનો એક માત્ર આંતરરાષ્ટ્રીય મિત્રતા મેચ લૉર્ડસમાં 2009માં મિડિલસેક્સ સાથે રમ્યા હતા. અમે દર વર્ષે આ પ્રકારના મિત્રતાની ગેમ રમવાનું પસંદ કરીશું.