રાંચીઃ કોરોના વાઇરસના પગલે દેશભરમાં લોકડાઉનને કારણે ઘણી વસ્તુઓ બદલાઈ ગઈ છે. આ સમયે દેશની અનેક હસ્તીઓ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે કનેક્ટ રહેતા હોય છે. ત્યારે માહીએ ઇંસ્ટાગ્રામ પર અપલોડ કરાયેલા એક વીડિયોમાં માહી તેની પુત્રી જીવા અને તેના પાલતુ કૂતરા સાથે રમતી જોવા મળી હતી. આ દરમિયાન માહીના લુકમાં બદલાવ જોવા મળા રહ્યો છે.
ઇન્સ્ટાગ્રામ પર તેની પત્ની સાક્ષી સિંહ ધોનીએ મહેન્દ્ર સિંહ ધોની અને જીવા સાથેનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં માહી કાળા ટૂંકા વાળ અને સફેદ દાઢીમાં જોવા મળેે છે. આ વીડિયોમાં તે તેના ફાર્મ હાઉસમાં પુત્રી અને પાલતુ કૂતરા સાથે રમતો જોવા મળે છે.