ભારતીય ટીમ માટે મહેન્દ્રસિંહ ધોની અમૂલ્ય છેઃ કેપ્ટન કોહલી - national news
ન્યૂઝ ડેસ્કઃ એક ઈન્ટરવ્યૂમાં ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીના વખાણ કરતો જોવા મળ્યો હતો. તેણે કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોની ભારતીય ક્રિકેટ ટીમ માટે અમૂલ્ય છે. તે ક્રિકેટને પૂરતો ન્યાય આપે છે. તેમની નિસ્વાર્થ ભાવના જ તેઓને બીજાથી અલગ તારે છે. ક્રિકેટને ઊંડા ઉતરીને સમજનારા ઘણાં ઓછા લોકોમાં તેમનો સમાવેશ થાય છે.
વર્લ્ડકપને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે વિરાટ કોહલી મહેન્દ્રસિંહ ધોનીના વખાણ કરતો જોવા મળે છે. તેને ખાનગી સમાચારના ઈન્ટરવ્યૂમાં ધોનીની વિશેષતાઓ વિશે વાત કરી હતી. વિરાટ કોહલીએ જણાવ્યું કે, “ધોની અનુભવનો ખજાનો છે. તેમણે મારી કારકિર્દી ઘડવા માટે મને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું છે. ધોની પાસેથી એક વાત એ શીખી છે કે, માણસ પૈસાથી નહીં પણ પોતાના અનુભવોથી અમીર બને છે. તેમના માટે હંમેશા ટીમ મહત્વની રહી છે. તેઓ ટીમને પ્રોત્સાહિત કરવામાં કોઇ અછત રાખતા નથી. દરેક ખેલાડીને પીઠબળ આપી અને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રોત્સાહન પૂરું પાડે છે.”