ગુજરાત

gujarat

ETV Bharat / sports

દિલ્હી બાદ હવે ભારત-બાંગ્લાદેશની બીજી T20 પર 'મહા' ખતરો - ક્રિકેટ કૉમેન્ટેટર હર્ષા ભોગલે

રાજકોટ: ભારત અને બાંગ્લાદેશની બીજી T20 મેચ રાજકોટમાં થવા જઇ રહી છે. પરતું ખરાબ મોસમના કારણે આ મેચ રદ્દ થઇ શકે છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજધાની દિલ્હીમાં રમાયેલા પ્રથમ ટી-20 મેચ હવા પ્રદૂષણના કારણે ખતરામાં હતી, પરંતુ મેચ મુશ્કેલીઓ વગર આયોજિત થઇ. હવે આ બન્ને ટીમો રાજકોટમાં સીરીઝની બીજી ટી-20 મેચ રમશે, પરંતુ આ મેચ પર પણ હવામાનનું ગ્રહણ લાગી રહ્યું છે. મહા વાવાઝોડું ભારતના પશ્ચિમ દરિયા કિનારાથી દૂર જઇ રહ્યું હતું, પરંતુ તે પાછું ફર્યું છે અને તે હવે ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે.

દિલ્હી બાદ હવે ભારત-બાંગ્લાદેશની બીજી T20 પર 'મહા' ખતરો

By

Published : Nov 5, 2019, 9:50 AM IST

ક્રિકેટ કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ ટ્વીટ કર્યું કે, હવે રાજકોટમાં થનારી મેચ પહેલા 6-7 નવેમ્બરે પશ્ચિમી કિનારે વાવાઝોડું આવવાની શક્યતા છે, જેના કારણે સૌરાષ્ટ્ર કિનારા પર માછીમારો માટે અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આશા છે કે આ અહીં રહેનારા લોકો માટે મુશ્કેલી વાળું ન હોય. આ વર્ષે હવામાન ઘણુ અનિશ્ચિત રહ્યું છે.

જણાવી દઇએ કે, દિલ્હીમાં પ્રદૂષણના કારણે સીરીઝની પ્રથમ ટી-20 પર આયોજનને લઇને ખતરો મંડરાય રહ્યો હતો. પ્રદૂષિત હવાના કારણે દિલ્હીવાસીઓને શ્વાસ લેવામાં મુશ્કેલી થઇ રહી છે. દિલ્હીમાં રહેનારા લોકોને આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ અને ગળાની સમસ્યાઓ સામે આવી રહી છે જેને લઇને હવે દિલ્હીમાં ઑડ-ઇવન લાગૂ કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details